Site icon Revoi.in

શક્તિ સીરિયલમાં રૂબીના દિલૈકની રીએન્ટ્રી: ચાહકોમાં જોવા મળ્યો ઉત્સાહ

Social Share

મુંબઈ: ટીવીની મશહૂર અભિનેત્રી રૂબીના દિલૈક ફરી એક વાર સીરિયલ શક્તિમાં જોવા મળશે. તેની સીરિયલનો નવો પ્રોમો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. રૂબીનાએ આ શોમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી હતી, તેનું નામ સૌમ્યા સિંહ છે. તેણે આ શોમાં 4 વર્ષ કામ કર્યું. ગયા વર્ષે લોહરીમાં તેણે આ શોને અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે તેના ચાહકો ફરી એક વાર તેના પરત આવવાને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.

રૂબીના દિલૈકના ઘણા ચાહકોએ ઇન્ટરનેટ પર આ શોના પ્રોમો શેર કર્યા છે. આમાં સૌમ્યા એટલે કે રૂબીનાએ લાલ-ગુલાબી રંગની સાડી પહેરી છે અને તે ડાન્સ કરી રહી છે. આ વીડીયોમાં તે કહેતા સાંભળી શકાય છે- ‘હું આવી રહી છું, મળશોને તમે મને…

આ પહેલા રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર આવી ઘણી પોસ્ટ્સ શેર કરી હતી, જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ બાદથી ‘શક્તિ’ સીરિયલ અંગે અટકળો થઇ રહી છે. તેમાં રૂબીનાનો લૂક સૌમ્યા સાથે ખૂબ જ મળતો આવે છે.

હાલમાં જ રૂબીના દિલૈક અને તેના પતિ અભિનવ શુક્લાનું નવું ગીત રિલીઝ થયું છે, જે નેહા કક્કરે ગાયું છે. આ ગીતને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યુટ્યુબ પર તેના લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

રૂબીના થોડા દિવસો પહેલા બિગ બોસની 14 મી સીઝનમાં દેખાઇ હતી, જ્યાં તેણે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.

-દેવાંશી

Exit mobile version