Site icon Revoi.in

આર્મી અને હથિયારો વગર જ રશિયાએ રાતોરાત યુક્રેન પર કર્યો હુમલો- યુક્રેન પર સંકટના વાદળો

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા તરફથી રશિયા દ્રારા યુક્રેન પર હુમલો કરવાની સતત જાણકારી અપાઈ રહી હતી ત્યારે હવે રશિયાએ હથિયાર અને આર્મી વગર જ  યુક્રેનમાં તબાહી મચાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુક્રેનની ઘણી સરકારી વેબસાઈટ સાયબર હુમલાનો શિકાર બની જે રશિયા દ્રારા કરવામાં આવેલા હુમલાનો ભાગ છે.યુક્રેન સરહદેથી કેટલીક રશિયન ટેન્ક અને લશ્કરી વાહનો પરત આવ્યાબાદ પણ બંને દેશોનો તણાવ છત્તા પડી રહ્યો છે

આ ઘટનાને લઈને વિતેલા દિવસને મંગળવારે યુક્રેને જણાવ્યું હતું કે દેશના સંરક્ષણ મંત્રાલય, સૈન્ય દળો અને બે સરકારી માલિકીની બેંકોની વેબસાઇટ્સ સાયબર હુમલો થયો છે તે સંભવત રીતે રશિયાનું કાવતરું હોય શકે છે.ઉલ્લેખનીય છે કે યુક્રેન વિરુદ્ધ રશિયાના સાયબર હુમલાનો લાંબો ઈતિહાસ છે.

સાયબર હુમલાના આ અહેવાલો એવા સમયે આવી રહ્યા છે જ્યારે ભારે રશિયન સૈન્ય દળ યુક્રેનની સરહદો પર સતત અભ્યાસ કરી રહ્યું છે અને યુક્રેન પર હુમલાના વાદળો છવાયા છે.એક બાજૂ રિપોર્ટ હતો કે રશિયાએ પોતાના સેનિકો પરાછા ખેંચી લીધા છે તો બીજી તરફ રશિયાએ યુક્રેન પર સાયબર એટેક કર્યું છે.

. યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા 16 ફેબ્રુઆરીએ હુમલો કરી શકે છે. બંને દેશોએ યુદ્ધની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન યુક્રેનની મહત્વની વેબસાઈટ પર પણ સાઈબર એટેક શરૂ થઈ ગયો છે. યુક્રેનની સરકારી એજન્સીઓ અને મોટી બેંકો પર સાયબર હુમલાના અહેવાલો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સાયબર હુમલામાં યુક્રેનની બે સૌથી મોટી બેંકો Oschadbank state savings bank અને Privat ને નિશાન બનાવાઈ છેજો કે બન્ને મોટી નાણાંકીય સંસ્થાઓને નિશાન બનાવતા  બંને વેબસાઇટ્સ પર સર્વિસીસ મંગળવારે ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી પરંતુ લશ્કરી વેબસાઇટ્સ કેટલાક કલાકો સુધી બંધ રહી હતી.

આ મામલે મળતી વિગત પ્રમાણે  રક્ષા મંત્રાલયની વેબસાઈટ પર એક એરર મેસેજ જોવા મળ્યો હતો જેમાં લખ્યું હતું – ‘અંડરગોઈંગ ટેક્નિકલ મેન્ટેનન્સ’.

રશિયન હુમલાની આશંકા વચ્ચે યુક્રેનમાં હેકિંગની કામગીરી તેજ થઈ ગઈ છે. મંગળવારે રશિયાના વલણમાં થોડી નરમાઈ જોવા મળી હતી. તેણે દાવો કર્યો છે કે તે આક્રમણનો વિચાર બદલી રહ્યો છે અને સૈનિકો પાછી ખેંચી રહ્યો છે. જોકે, અમેરિકા આ ​​વાતમાં વિશ્વાસ કરતું નથી અને પુરાવા માંગ્યા છે.