Site icon Revoi.in

યુરોપને અપાતો ગેસનો પુરવઠો રશિયાએ અટકાવ્યો, મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયાંનો રશિયાનો દાવો

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન રશિયા ઉપર અમેરિકા સહિતના દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. દરમિયાન રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે.

રશિયાની ઉર્જા કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી આ પુરવઠો બંધ રહેશે. બીજી તરફ યુરોપિયન દેશોએ ગેસ પુરવઠાનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો રશિયા પર આરોપ મુક્યો છે. રશિયાએ આ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, ટેકનીકલ કારણોસર આ ગેસ પુરવઠો બંધ કરાયો છે.

રશિયા ગેસ પુરવઠામાં ઘટાડો કર્યા પહેલા જર્મનીને તેની જરૂરિયાતના ત્રીજા ભાગનો ગેસ આપતું હતું. હવે રશિયાએ યુક્રેનનું સમર્થન કરનાર તમામ યુરોપિયન દેશોને અપાતા ગેસ પુરવઠામાં ઘટાડો કર્યો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી નોર્ડ સ્ટીમ પાઇપલાઈન દ્વારા કુલ ક્ષમતાના 20 ટકા ગેસ પુરવઠો જ અપાઈ રહ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે અમેરિકા, યુકે સહિતના દેશોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રશિયાની ઉપર કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. જો કે, ભારતે હિંસાનો માર્ગ છોડીને બંને દેશોને સામ-સામે બેસીને ચર્ચાના માધ્યમથી ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી હતી.