Site icon Revoi.in

યુક્રેનમાં રશિયાએ ફેલાવી તબાહી – રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના કહેવા પર અમેરિકાએ 17 હજાર એન્ટી ટેન્ક મિસાઈલની કરી મદદ

Social Share

 

દિલ્હીઃ આજે સતત 12 દિવસ છે જ્યારે રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યું છે, રશઇયાએ સમગ્ર યપુક્રેનમાં તબાહી મચાવી છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ ભાવુક થયા હતા અને કહ્યું હતું કે કદાચ આ છેલ્લો વખત તમે મને જીવતો જોઈ રહ્યા છો, આ વીડિયોમાં તેમણે અનેક દેશો પાસે મદદ માંગી હતી.

ત્યારે હવે યુક્રેનની આ સ્થિતિ વચ્ચે અમેકિરા યુક્રેનની મદદે આવ્યું છે, યુકત્રનમાં સદીનું સૌથી મોટું સ્થળાંતર પણ આ 12 દિવસમાં જોવા મળ્યું હતું.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકી સાંસદો સાથે વાત કરતા કહ્યું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ બની જશે. ‘જો મદદ નહીં મળે, તો તમે મને છેલ્લી વાર જીવતો જોતા હશો’ 

આ વીડિયો બાજ યુએસ અને નાટોએ યુક્રેનને મદદ કરવા માટે 17, હજાર  એન્ટિ-ટેન્ક મિસાઇલો અને અન્ય શસ્ત્રો મોકલ્યા હતા. અહીં, તો બીજી તરફ હવે રશિયાએ યુક્રેનને મદદ કરી રહેલા દેશોને ધમકી આપી છે કે આમ કરીને તેઓ રશિયા સાથે યુદ્ધ છેડી રહ્યા છે તેમ પુતિને જણાવ્યું હતું