Site icon Revoi.in

રશિયાની સેના એ બહાર નિકળતા ટોળા પર ફાયરિંગ કર્યું  હતું જેમાં બાળક સહીત સાતના મોત થયાનો યુક્રેનનો રશિયા પર આરોપ

Social Share

દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી રશિયા દ્રારા યુક્રેનમાં હુમલાો થી રહ્યા છે. યપુક્રેનમા તબાહીના દ્રશ્યો સર્જાયા છે આવી સ્થિતિમાં દેરક દેશો અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. તો યુક્રેનના નાગરિકો પમ પોતાના જીવ બચાવવા માટે સ્થરાતંણ કરવા મજબૂક બન્યા છે.

ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે યુક્રેને રશિયન દળો પર કિવ નજીક લડાઈથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ જણાવાયું છે કે આ હુમલામાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હતા. 

યક્રેને આ ઘટના મામલે જણાવ્યું છે  કે આ લોકો પેરેમોહા ગામમાંથી ભાગીને આવ્યા હતા. યુક્રેનિયન અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે કાફલો ‘ગ્રીન કોરિડોર’માંથી પસાર થઈ રહ્યો ન હતો જ્યારે તેઓ પર ગોળીબાર કરવામાં આ્વ્યો હતો. જો કે પહેલા યુક્રેનિયન તરફથી કહેવામાં આવ્યું હતું કે  આ લોકો કોરિડોરમાંથી પસાર થી રહ્યા હતા.

જો કે મોસ્કોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર કરેલા હુમલા બાદ નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે. તે શહેરોમાંથી નાગરિકોને બહાર કાઢવાના નિષ્ફળ પ્રયાસો માટે યુક્રેનને જવાબદાર ગણાવી રહ્યું છે. યુક્રેન અને તેના પશ્ચિમી સહયોગીઓએ રશિયાના આરોપને ફગાવી દીધો છે.

યુક્રેનિયન સૈનિકો દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ઉલ્લંઘન વિશે રશિયન રાષ્ટ્રપતિ પુતિને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી. પુતિને યુક્રેનિયન સુરક્ષા દળો દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘનના ઘણા તથ્યો ટાંક્યા હતા. આમાં નાગરિકોને બાનમાં લેવા અને ઢાલ તરીકે ઉપયોગ કરવા, રહેણાંક વિસ્તારોમાં ભારે તોપખાનાને તૈનાત કરવા વગેરેનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કેયુનાઈટેડ નેશન્સે વિતેલા દિવસને શનિવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણ બાદથી અત્યાર સુધીમાં 1 હજાર 581 નાગરિકોના મોત થયા છે.