Site icon Revoi.in

એસ જયશંકરે અમેરિકાના નવા વિદેશમંત્રી સાથે ફોન પર વાત કરી શુભેચ્છાઓ પાઠવી – દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચાઓ

Social Share

દિલ્હીઃ-ભારતના વિદેશ મંત્રી જયશંકરે વિતેલી રાતે અમેરિકાના નવા વિદેશ સચિવ એન્ટોની બ્લિંકન સાથે ટેલિફોન દ્રારા વાતચીત કરી હતી. જયશંકરે તેમની નવી થયેલી નિમણૂક બદલ અભિનંદન આપ્યા હતા, બન્નં મંત્રીઓની પહેલી વાતચીતમાં, જયશંકર અને બ્લિંકને ભારત-યુએસ સંબંધોને વિસ્તૃત કરવા બાબતે ચર્ચાઓ કરી હતી આથી વિશેષ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા બાબતે પણ વાતાઘાટો કરવામાં આવી હતી.

આ સપ્તાહના આરંભમાં રાજ્ય સચિવનો હોદ્દો સંભાળ્યા બાદ જયશંકર સાથે બ્લિંકનની આ પહેલીફોન પર થયેલી વાતચીત હતી. બ્લિંકને ક્લિન્ટન વહીવટ વખતે સ્ટેટ ડિપાર્ટમેન્ટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે  ઇન્ડો-પૈસિફિકમાં એક પ્રમુખ અમેરિકન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને ક્વાડ સહિત પ્રાદેશિક સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાની બાબત જણાવી હતી.

અમેરિકી વિદેશ સચિવ એન્ટોની બ્લિંકને પોતાના ટ્વિટર એકાઉનિટ પર ટ્વિટ કરીને માહિતી આપી હકતી કે,  અમેરિકા-ભારતની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવા માટે મારા સારા મિત્ર ભારતના વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે વાતચીત કરીને મને ખુશી મળી છે. અમે યુ.એસ.-ભારત સંબંધના મહત્વ આપ્યું છે અને  આપણે સાથે મળીને નવી તકો વધુ સારી રીતે ઉત્પન્ન કરી  તે બાબતે વાતચીત કરી છે

સાહિન-

 

Exit mobile version