Site icon Revoi.in

21મી સદીના મહાન ટેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન તેંડુલકર અને મહાન બોલર તરીકે મુરલીધરનના નામ જાહેર કરાયાં

Social Share

દિલ્હીઃ ભારતમાં જાણીતી ખેલ પ્રસારક સ્ટાર સ્પોટર્સ દ્વારા ભારતના પૂર્વ બેસ્ટમેન સચિન તેંડુલકરને 21મી સદીના મહાન ટેસ્ટ બેસ્ટમેન અને શ્રીલંકાના જાણીતા સ્પિનગર મુથૈયા મુરલીધરનને સૌથી મહાન ટેસ્ટ બોલર પસંદ કર્યાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન શિપની ફાઈનલના બીજા દિવસે સચિન અને ત્રીજા દિવસે મુરલીધનને આ સન્માન આપવામાં આવ્યું હતું.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નાસિર હુસૈનએ સચિન તેંડુલકરને મહાન ટેસ્ટ બેસ્ટમેન તરીકે પસંદગી બાદ કહ્યું હતું કે, આપ ટેસ્ટ મેચમાં દબાણમાં કેવી રીતે રમતને સંભાળો છે અને આપ દબાણનો કેવી રીતે સામનો કરો છો. સચિન ક્રિકેટ માટે એક મહાન રાજદૂત છે. પૂર્વ ભારતીય બેસ્ટમેન વીવીએસ લક્ષ્મણે જણાવ્યું હતું કે, હું લાબાં સમય સુધી તેમની સાથે રમ્યો છે. તેઓ અનેક કેપ્ટન હેઠળ રમ્યાં છે. મને લાગે છે કે, 2000માં તેમણે કેપ્ટન નહીં બનવાનો નિર્ણય લીધો હતો. સચિન જેવા સિનિયર અને મહાન ખેલાડીએ વિવિધ કેપ્ટન સાથે રમીને ભારતીય ક્રિકેટને યોગદાન આપ્યું છે. તેમજ વિવિધ કેપ્ટનોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યાં છે.

મુરલીધરનને મહાન ટેસ્ટ બોલર જાહેર કરવા અંગે પૂર્વ ભારતીય બેસ્ટમેન સંજય બાંગડે જણાવ્યું હતું કે, મને હતું કે આ યાદીમાં અનિલ કુંબલે સામેલ થશે. કુંબલે એવા ખેલાડી છે તેમણે ભારતને અનેક મેચ જીતાડી છે. તેમજ તેમના નામે 619 ટેસ્ટ વિકેટ છે. જો કે, મુરલીધરનને તમામ શ્રેય આપવો જોઈએ. તેમની પાસે બીજા છેડેથી બેસ્ટમેન ઉપર દબાણ વધારનારા બોલર હતા.

 (તસવીર-ફેસબુક)