Site icon Revoi.in

સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેન સર્જરી, ઈન્ટરનલ બ્લીડિંગ શરૂ થતા દિલ્હી એપોલો હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Social Share

નવી દિલ્હી: સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેન સર્જરી કરાય છે. તેમના માથામાં દુખાવો શરૂ થયો હતો. તેના પછી તેમને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. તેમની સ્થિતિ બેહદ ગંભીર હતી, કારણ કે બ્રેનની અંદર સોજાની સાથે બ્લીડિંગ પણ થઈ રહ્યું હતું. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં સ્પેશ્યલિસ્ટ ડોક્ટરોએ સર્જરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જણાવવામાં આવે છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને ઝડપથી તેઓ રિકવર થઈ રહ્યા છે.

સદગુરુ જગ્ગી વાસુદેવને ઘણાં દિવસોથી માથામં દુખાવો થઈ રહ્યો હતો. તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ઈમરજન્સી સર્જરી કરવામાં આવી. જાણકારી મુજબ, 17 માર્ચે માથામાં ખૂબ દુખાવાની ફરિયાદ સાથે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મગજમાં ખૂબ સોજો અને બ્લીડિંગ થતું હોવાનું ઉજાગર થયું, તેના પછી ઈમરજન્સીમાં સર્જરી કરાય.

વરિષ્ઠ પત્રકાર આનંદ નરસિમ્હને સદગુરુ જગ્ગી વાસુદેવની તબિયત સંદર્ભે જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ છે કે ગત કેટલાક દિવસથી સદગુરુનું માથું દુખી રહ્યું હતું. તેમણે એક્સ પર લખ્યું છે કે 14 માર્ચે ભયાનક સિરદર્દની ફરિયાદ કરાય. તેના પછી તેમની એમઆરઆઈ ચકાસણી થઈ હતી. તે તપાસમાં તેમના બ્રેનમાં ઘણું વધારે બ્લિંડિગ જોવા મળ્યું. 17 માર્ચે તેમની સ્થતિ ઘણી ખરાબ હતી. તેમને સતત ઉલ્ટીઓ થઈ રહી હતી, તેના તુરંત બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. સીટી સ્કેનથી જાણકારી મળી કે તેમના મગજમાં સોજો આવી ગયો હતો અને તેમના જીવને જોખમ પેદા થયું હતું.

તેમણે કહ્યુ કે સીટી સ્કેન બાદ 17 માર્ચે જ દિલ્હી એપોલો હોસ્પિટલમાં ડૉ. વિનિત સૂરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચટર્જીી ટીમે સદગુરુ જગ્ગી વાસુદેવની ઈમરજન્સી સર્જરી કરી હતી. આ સર્જરી પબાદ જ તેમના મગજમાં થઈ રહેલું બ્લીડિંગ બંધ કરાયું. તેમને કેટલોક સમય વેન્ટિલેટર પર પણ રાખવા પડયા હતા. જો કે હવે તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે અને તેમને વેન્ટિલેટરની જરૂરત નથી. તેમના શરીરના તમામ અંગ કામ કરી રહ્યા છે અને તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે.

ઈશા ફાઉન્ડેશને સદગુરુ જગ્ગી વાસુદેવની સર્જરી કરનારા એપોલોના સીનિયર ન્યૂરોલોજિસ્ટ ડૉ.વિનિત સૂરીનું નિવેદન જાહેર કરીને આખી ઘટનાની જાણકારી આપી છે.

ડૉ. વિનિત જૈને કહ્યુ છે કે લગભગ ચાર સપ્તાહથી તેમના માથામાં દુખાવો થતો હતો. ઘણાં દર્દ છતાં તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા અને બેઠકો પણ કરી રહ્યા હતા. પરંતુ 17 માર્ચે મુશ્કેલી ઘણી વધી, તેના પછી તેમને સર્જરીની મંજૂરી અપાય. તેમના મગજમાં બ્લીડિંગ થઈ રહ્યું હતું, જો કે આ બહારી હિસ્સામાં હતું. પરંતુ તેમના જીવને જોખમ હતું. જો કે સર્જરી બાદ તેઓ ઝડપથી ઠીક થઈ રહ્યા છે અને કોઈપણ પ્રકારના વેન્ટિલેટર સપોર્ટ પર હવે તેઓ નથી.