Site icon Revoi.in

અમેરિકામાં સમલૈંગિક લગ્ન સંરક્ષણ બિલ થયું મંજૂર – રાષ્ટ્રપતિ બાઈડને આ બાબતે કર્યું ટ્વિટ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘમ ાસમયથી અમેરિકામાં સમલૈગિંગ લગ્નને સત્તાવાર રીતે મંજૂરી આપવાના પ્રયાસો થી રહ્યા હતા ત્યારે હવે આ બાબતે સફળતા ણળી છે જઆણકારી અનુસાર સમલૈંગિક લગ્ન બિલને સંઘીય કાયદા તરીકે મંજૂર કરવામાં આવ્યો છે.

અમેરિકી સંસદે ગે સેક્સ અને આંતરજાતીય અથવા આંતરજાતીય લગ્નના રક્ષણ માટે લગ્નના આદર કાયદાને મંજૂરી આપી હતી.  અમેરિકાના નીચલા ગૃહમાં બિલ પર થયેલા વોટિંગમાં બિલના સમર્થનમાં 258 વોટ પડ્યા હતા જ્યારે 169 વોટ વિરોધમાં પડ્યા હતા. ત્યાર બાદ રાષઅટ્રપતિની એક સહીથી કાયદો પારીત થઈ ગયો.

આ બાબતને લઈને રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કર્યું છે કે , ‘આજનો દિવસ સારો છે. આજે અમેરિકાએ સમાનતા તરફ વધુ એક પગલું આગળ ભર્યું  છે. થોડા લોકોની સ્વતંત્રતા અને ન્યાય માટે નહીં, પરંતુ  આ બધા માટે છે.’અમેરિકામાં હવે સમલૈગિંગ લગ્નને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં યુએસ સંસદ દ્વારા પસાર કરાયેલ ગે મેરેજ પ્રોટેક્શન બિલ પર હસ્તાક્ષર કર્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ બિલનું સમર્થન કરતી વખતે તેમણે ‘પ્યાર પ્યાર હોતા હૈ’ કહ્યું હતું.

અંગ્રેજી સમાતાર પ્રમાણે  નવા યુએસ કાયદામાં સમલૈંગિક લગ્નોને સંઘીય સુરક્ષા મળશે. આ કાયદો યુએસના તમામ રાજ્યોમાં સમલૈંગિક લગ્ન કરનારા યુગલોના અધિકારોને પણ ઓળખશે અને તેનું રક્ષણ કરશે.આ કાયદો પસાર થતાની સાથે આ પ્રકારના લગ્ન કરવા માંગતા અને લગ્ન કરી ચૂકેલા લોકોએ રાહતના શ્વાસ લીધા છે અને ખુશી વ્યક્ત કરી છે.