Site icon Revoi.in

ફિલ્મ ‘આશિકી 3’ માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે સારા અલી ખાન

Social Share

મુંબઈઃ- આશિકી ફિલ્મ ખૂબ જ સુપર હીટ રહી હતી દર્શકો વતી આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળઅયો હતો ત્યાર બાદ આશિકી 2 બનાવામાં આવી જે પણ હીટ રહી ત્યારે હવે આશિકી 3ની પણ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે.

ફિલ્મ આશિકી 3માં લીડરોલમાં કાર્તિક આર્યન મુખ્ય રોલ પ્લે કરતો જોવા મળશે તો જાણકારી અનુસાર સાથે સારા અલીખાન લીડ રોલમાં જોવા મળશે, આ પહેલા કાર્તિકના નામ પર મહોર લાગી ચૂકી હતી જો કે એક્ટ્રેસને લઈને હજી ક્મફોર્મેશન નહોતું આવ્યું ત્યારે હવે સારા અલી ખાનના નામ પર મ્હોર લાગી ચૂકી છે.

આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2013માં રિલીઝ થયો હતો. આ ફિલ્મ પણ ચાહકોને પસંદ આવી હતી. તેમાં સિદ્ધાર્થ રોય કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હવે જ્યારથી આશિકી 3 પણ બનવા જઈ રહી છે.

 આશિકી 3 લાંબા સમયથી તેની મુખ્ય અભિનેત્રીની શોધમાં હતી. આશિકી 3 ને તેની મુખ્ય અભિનેત્રી મળી ગઈ છે. આ ફિલ્મમાં સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. જો આમ થશે તો ફરી એકવાર સારા અને કાર્તિકની જોડી મોટા પડદા પર જોવા મળશે.
Exit mobile version