Site icon Revoi.in

બદલતા દાયકા સાથે  બદલાય છે સાડીની સ્ટાઈલઃ- હવે માર્કેટમાં રેડીમેઈટ સાડી અવેલીબલ , જેને ડાયેક્ટ પહેરી શકાય છે

Social Share

સાડીને ભારતીય પોષાક ગણવામાં આવે છે, આપણી સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી સાડીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, જેમ જમે સમય બદલાતો રહ્યો છે તેમ તેમ સાડીમાં પણ અવનવી ફેશન અને ડિઝાઈન આવતી રહી છે, પહેલા સાડી પહેરવા માટે 6 ફૂટ લાંબી સાડીને ચણીયા પર લપેટીને પહેરવામાં આવતી હતી જેમાં ખાસ્સો એવો ટાઈપ જતો હતો, ત્યારે હવે બદલતા દાયકા સાથે સાડીનું આ રુપ પણ બદલાયું છે, હવે માર્કેટમાં બેઠ્ઠી પહેરાતી સાડીઓ ઉપલબ્ધ જોવા મળે છે.

હવે પહેલાની પેટર્નથી વિરુદ્ધ  સાડીની અવનવી સ્ટાઈલ જોવા મળી રહી છે. હવે પહેલાની જેમ સાડી સાથે ચણિયાની જરૂર નથી. યુવતીઓ જીન્સ અથવા ટ્રાઉઝર પર સાડી લપેટે છે.આ પ્રકારની સાડી પણ માર્કેટમાં રેડીમેટ મળતી હોય છે.

આ સાથે જ હવે માર્કેટમાં  ડિઝાઈનર્સ સ્ટીચેડ સાડીઓ આવી છે,જેને માત્ર રેડિમેટ સ્કર્ટ પર પહેરી જ લેવાની હોય છે, આ પ્રકારની સાડીમાં પાલવ કે પાટલી સેટ કરવાની રહેતી હોતી નથી. હવે ફેશન વર્લ્ડમાં સાડી અનવના ટ્રેન્ડ લઈને આવી છે.

આ સાથે જ હવે મહિલાઓ પાલવવાળી સાડી સાથે ચણિયાનાબદલે પાયજામાં અથવા લેગિંગ્સ પહેરતી જોવા મળે છે. આ બાબતે ડિઝાઈનર્સનુ કહેવુ છે કે સેલિબ્રિટીઓની આ અવનવી સાડીઓની સ્ટાઈલ દેશમી મહિલાઓને વધુ પસંદ આવે છે જેથી તેઓ પણ આ પ્રકારના સાડીના ટ્રેન્ડ તરફ વળી રહી છે.

સાહિન –