Site icon Revoi.in

આગામી 10 માસ આ રાશિઓ પર રહેશે શનિની વક્રદ્રષ્ટિ, જાણો કેવી રીતે બચી શકાશે?

Social Share

શનિ ન્યાયના દેવતા છે. તેઓ હાલ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે આગામી મહિનાઓમાં પણ આ રાશિમાં સંચરણ કરવાના છે. માર્ચથી લઈને ડિસેમ્બર સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે. શનિના પોતાના મૂળ ત્રિકોણની રાશિમાં વિરાજમાન રહેવાના કારણ કેટલીક રાશિઓ માટે સારો સમય રહેશે. તો કેટલીક રાશિઓને શનિની ચાલ તકલીફ પણ આપી શકે છે. શનિ હાલ અસ્ત છે. જે થોડા દિવસોમાં ઉદિત થશે. આવો જાણીએ આગામી મહિનાઓમાં કઈ રાશિઓ પર શનિની વક્રદ્રષ્ટિ રહેશે અને શનિના દુષ્પ્રભાવથી બચવાના કેટલાક ઉપાય.

શનિની વક્રદ્રષ્ટિ કોના પર હશે?

શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. તેથી કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. શનિની નાની પનોતી વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિ પર રહેશે. તેવામાં આગામી 10 માસ આ પાંચ રાશિઓને શનિની ચાલ પરેશાન કરી શકે છે. લાઈફમાં સમસ્યાઓ આવી શકે છે. શનિનીચાલથી કરિયર, આર્થિક અને લવલાઈફમાં ઉતારચઢાવનો સામનો કરવો પડશે. તો કેટલાક ઉપાયોની મદદથી શનિદેવના દુષ્પ્રભાવને ઘટાડી પણ શકાય છે.

મોટી પનોતી અને નાની પનોતીમાં રાહતના ઉપાય-

શનિની સાડા સાતી એટેલે કે મોટી પનોતી અને ઢૈયા એટલે કે નાની પનોતીની અસર ઓચી કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરો. દર શનિવારે હનુમાનજીની ઉપાસના કરો. શિવજીની પૂજા કરવાથી પણ શનિનો પ્રકોપ શાંત થઈ શકે છે. ॐ शं शनिश्चराय नमः મંત્રના જાપ 108 વાર કરવાથી શનિદેવના આશિર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય છે.
શનિવારે કાળા અડદની દાળ, સરસવનું તેલ અને કાળા રંગના વસ્ત્રો દાન કરવા બેહદ શુભ માનવામાં આવે છે. શનિવારે પીપળાના વૃક્ષ અને શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આવામાં આવેલી જાણકારી પર અમારો એ દાવો નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધારે જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)