Site icon Revoi.in

ઉમરાહને લઈને સાઉદી સરકારનું ફરમાન – રમઝાનમાં યાત્રીઓ માત્રે એક જ ઉનમરાહ કરી શકશે

Social Share

દિલ્હીઃ- મુસ્લિમ ઘર્મનું પવિત્ર સ્થળ ગણાતા મક્કા મદિનામાં વિશ્વભરમાંથી મુસ્લિમ યાત્રા કરવા માટે જાય છે ખાસ કરીને રમઝાન મહિનામાં લોકો અહી ઉમરાહ કરવાનું પસંદ કરે છે જો કે આજથી પહેલા યાત્રીઓ પોતાની મરજી મૂજબ ઉમરાહ કરી શકતા હતા એકથી વધુ કે અનેક ઉમરાહ માટે સરકારની કોઈ પાબંધિ ન હતી જો કે હવે ઉમરાહને લઈને સાઉદીની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે  ઉમરાહને લઈને મહત્જાવની હેરાત કરી હતી કે રમઝાન મહિનામાં યાત્રાળુઓ માત્ર એક જ ઉમરા કરી શકે છે. આ નિયંત્રણો એટલા માટે લાદવામાં આવ્યા છે કે જેથી તમામ યાત્રાળુઓને તેમના ઉમરાહ અને ધાર્મિક વિધિઓ સરળતાથી કરવાની તક મળે.

ઉલ્લેખનીય છે કે રમઝાન માસમાં અનેક યાત્રીો અહી આવવાનું પસંદ કરે છે જેને લઈને ભીડ પણ વધુ હોય છે પરિણામે કેટલાક લોકો ભીડના કારણે ઉનરાહ કરવાથી વચિંત રહી જાય છએ જેને લઈને દરેક નાગરિક ઉમનરાહ સારી રીતે ભીડ વિના સરળતાથી કરી શકે તે હેતુસર સાઉદીની સરકારે આ ફરમાન જારી કર્યું છે, આ પહેલા લોકો એટલે માટે જ રમઝાનમાં ઉમરાહ કરવા જતા હતા કે તેઓ વધુ ઉમરાહ કરી શકે  પરંતુ સાઉદીની સરકારે હવે એકથી વધુ ઉમરાહ ન કરવાનું ફરમાન આપ્યું છે.એટલે કે સાઉદી સરકારનો આ નિયમ માત્ર રમઝાન માસ પુરતો જ છે.