Site icon Revoi.in

એસબીઆઈ બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા સાથે બેંકનો ટોપ 10માં સમાવેશ

Social Share

દિલ્હીઃ- આપણા દેશમાં અનેક સરકારી બેંકો જોવા મળે છે જેમાં એસબીઆઈ ખાસકરીને છેલ્લા ઘણા સમયથી આગવા સ્થાને જોવા મળી રહી છે.જે દેશની સૌથી મોટી બેંકોમાં સમાવેશ પામે છે ત્યારે હેવ આ બેંકે ટોપ 10મા સ્થાન પણ મેળવ્યું છે.

સરકારી સ્ટેટ બેંક ઇન્ડિયાએ માર્કેટ કેપના મામલે ટોપ 10 માં જોવા મળી છે. વિતેલા દિવસને શુક્રવારવારના રોજ સવારે બેંકનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા પાર આંકી ગયું છે, એસબીઆઈને ટોપ 10 માં સ્થાન મળતા એરટેલનો ક્રમ 11 મા સલાથે માર્કેટ કેપ 3.17 લાખ કરોડ નોંધાઈ છે. બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપ 3.31 લાખ કરોડ છે.

તાજેતરમાં એસબીઆઈના શેર ઉચ્ચ સ્થાને જતા જોવા મળી રહ્યા છે. જેનુ હાલમાં જ પરિણામ જોવા મળ્યું છે, બેંકે 5 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે .દેશની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 200 લાખ કરોડથી પણ વદુ જોવા મળે છે..ટોચની 10 કંપનીમાં માં હવે 4 બેંક છે જ્યારે બે આઈટી કંપનીઓ છે અને બે ફાઇનાન્સ કંપનીઓ છે.

કોરોનાકાળ પહેલા વિતેલા વર્ષ દરમિયાન એટલે કે, 2019 ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા આ  બેંકનો આ નફો ઓછો નોંધાયો  હતો. તેનો શેર પરિણામ બાદ 15 ટકાથી વધીને 408 રૂપિયા થયો  થઈ ચૂક્યો હતો.બેંકનો શેર મે મહિનામાં 149 રૂપિયા રહ્યો હતો. તે સમયે તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 1.33 લાખ કરોડ નોંધાયું હતું.

સાહિન-