Site icon Revoi.in

SBI બેંકે લોનના વ્યાજ દરોમાં કર્યો વધારો – આજથી નવા દરો લાગૂ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કેટલીક બેંકો દ્રારા વ્યાજના દરોનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ 15 ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને આ ઝટકો આપ્યો છે.

એસબીઆઈ બેંકે  એ તેના માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દર એટલે કે એમસીએલઆર માં તમામ કાર્યકાળ માટે 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે સામાન્ય લોકોના બજેટ પર ભારલ પડે તો નવાઈની વાત નહી હોય એટલે કે હવે બેંકમાંથી લોન લેવી મોંઘી થશે.

એસબીઆઈ બેંકે  રાતોરાત એમસીએલઆર રેટ 7.95 ટકા, એમસીએલઆર રેટ 1 મહિના માટે 8.10ટકા અને 3 મહિના માટે એમસીએલઆર રેટ વધારીને 8.10 ટકા કર્યો છે.
આ સહીત બેંકનો એમસીએલઆર દર 6 મહિના માટે 10 બેસિસ પોઈન્ટ વધીને 8.40 ટકા, એમસીએલઆર 1 વર્ષ માટે 8.40 ટકાથી 8.50 ટકા, 2 વર્ષ માટે  8.50 ટકાથી 8.60 ટકા અને  8.60 ટકાથી વધીને 8.70 ટકા થયો છે .

આ સાથે જ આ બેંકના નવા દર 15 ફેબ્રુઆરી, 2023થી એટલે કે આજથી અમલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ વધાર્યા બાદ ઘણી બેંકોએ એમસીએલઆર વધાર્યો છે.વધારે પડતી ગ્રાહક લોન એક વર્ષના માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દર પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં આ દર વધવાથી પર્સનલ લોન, ઓટો અને હોમ લોન મોંઘી થવાની સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળે છે.