Site icon Revoi.in

વધતી ઠંડીના કારણે શાળાોમાં વેકેશન – જાણો કયા-કયા રાજ્યોમાં શાળાઓ રહેશે બંધ

Social Share

દિલ્હીઃ- ઉત્તરભારતમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે ઘણા રાજ્યોમાં શઆળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.વધતી ઠંડીને જોતા શિક્ષણ વિભાગે શાળાઓમાં રજાનો આદેશ આપ્યો છે. દિલ્હી-NCRની શાળાઓમાં 15 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે હરિયાણા, યુપી, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે.

પંજાબ

પંજાબમાં 1 જાન્યુઆરી, 2023 સુધી શાળાઓ બંધ રહેશે. સરકારનો આ આદેશ તમામ શાળાઓને લાગુ પડશે. મધ્યપ્રદેશમાં 25 થી 31 ડિસેમ્બર સુધી અને છત્તીસગઢમાં 28 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હી

દિલ્હી શિક્ષણ નિર્દેશાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ દિલ્હીની તમામ શાળાઓ 1 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે. દિલ્હી-એનસીઆરમાં શિક્ષણ નિર્દેશાલય હેઠળની તમામ સરકારી શાળાઓમાં 15 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ રહેશે. સાથે જ 9 થી 12 ના બાળકોના અભ્યાસને અસર ન થાય તે માટે ઉપચારાત્મક વર્ગોનું આયોજન કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશ

ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ઘણા જિલ્લાઓમાં 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 9 થી 12 સુધીની શાળાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

હરિયાણા

હરિયાણાના શિક્ષણ મંત્રી કંવર પાલ ગુર્જરે હરિયાણાની તમામ સરકારી શાળાઓને 1 થી 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન રાખવાનો આદેશ આપ્યો છે.  ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સવારે ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે જેથી નિર્ણય લેવાયો છે. અગાઉ શાળાઓના સમયમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી પરંતુ હવે શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિહાર

જો બિહારની વાત કરવામાં આવે તો અહીં ઘોરણ 8મા  સુધીની શાળાઓ 31મી ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી રહેશે.