- કોરોનાની ત્રીજી લહેરની સલંભાવના
- રસીકરણ જલ્દી નહી થાય તો આવી શકે છે ત્રીજી લહેર
- વૈજ્ઞાનિક એન વિદ્યાસાગરે આપી ચતવણી
દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાની બીજી લહેર વચ્ચે ઝઝુમી રહ્યો છે, દેશમાં કોરોનાના કેસની સંખ્યા પાછલા વર્ષની સરખામણી કરતા વધુ જોવા મળી રહી છે, ત્યારે મોટા પાયે દેશની સરકાર રસીકરણને વેગ આપી રહી છે જેથી કરીને વધુને વધુ લોકોને રસી આપી શકાય અને કોરોના સામે રક્ષણ મેળવી શકાય.
ત્યારે કોરોનાને લઈને વૈનિક એમ.વિદ્યાસાગર, જે કોવિડ -19 સંક્રમણની આગાહી કરવા માટે ગણિતનો ઉપયોગ કરવાના ફોર્મ્યુલા મોડેલ સાથે સંકળાયેલા છે, તેમણે કહ્યું કે જો દેશમાં રસીકરણ ઝુંબેશ તીવ્ર ન કરવામાં આવે અને કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે જરૂરી નિયમોનું પાલન સંપૂર્ણ રીતે ન કરવામાં આવે તો આવનારા છથી આઠ મહિના દરમિયાનમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના શક્ય છે.
કોરોના બાબતે ચેતવણી આપતા વિદ્યાસાગર એ એમ પણ કહ્યું કે, સુત્ર મોડેલમાં ત્રીજી તરંગની કોઈ પણ સંભાવના દર્શાવવામાં આવી નથી અને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરએ કહ્યું કે, જો એન્ટિબોડીઝ ખતમ થઈ જાય તો પ્રતિકાર ક્ષમતા ઓછો થવાની સંભાવનાઓ છે. તેથી રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટેના નિયમોનું પાલન સખ્ત પણે કરવું જોઈએ. જો તેમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી તરંગ આવે તેવી સંભાવના છે. ‘