Site icon Revoi.in

ડેન્ગ્યુની દવા બનાવવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા – દેશની 20 મેજિકલ કોલેજોમાં આ દવાનું થશે પરિક્ષણ

Social Share

દિલ્હીઃ-દેશમાં તાજેતરમાં ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઊચંક્યું છે જેને લઈને તેની દવા પર કામ હાથ ધરવામાં આવ્યું હતું,ત્યારે હવે આ દવા પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ તેની દવા તૈયાર કરી છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનૌના વૈજ્ઞનિકોને આ સફળતા પ્રાપ્ત થઈ છે. હવે આ બનાવવામાં આવેલી દવા મેડિકલ કોલેજોમાં પરિક્ષણ હેઠળ મોકલવામાં આવશે. એસએન મેડિકલ કોલેજ, આગ્રાને પણ આમાં સામેલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. લક્ષણોના આધારે તેની સારવાર કરવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકો ડેન્ગ્યુની દવા બનાવવામાં સફળ થયા છે. મળતી માહિતી પ્રમાણે દર્દીઓ પર દવાની ક્લિનિકલ ટ્રાયલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. દેશના 20 કેન્દ્રોમાં 10 હજાર ડેન્ગ્યુના દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવનાર છે.

આ મેડિકલ કોલેજોમાં જીએસવીએમ, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ), લખનૌ તેમજ એસએન મેડિકલ કોલેજ, આગ્રાનો સમાવેશ થાય છે દરેક કેન્દ્ર 100 દર્દીઓ પર દવાનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે. જો સૂત્રોનું માનીએ તો, મુંબઈમાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની દવા તૈયાર કરવામાં વ્યસ્ત હતી.

આ દવા છોડ પર આધારિત છે. તેને ‘પ્યૂરિફાઈડ એક્યૂસ ઓફ કુક્કુલસ હિરસૂટ્સ’ કહેવામાં આવે છે. જે એન્ટી વાયરલ પ્રવૃત્તિ ઘરાવે છે. દવાના લેબ પરીક્ષણ અને ઉંદરો પરના પ્રયોગોના પરિણામો સફળ રહ્યા છે. કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  પાસેથી માનવ ટ્રાયલ માટે પરવાનગી પણ મેળવી છે.