Site icon Revoi.in

SCOમાં નેતાઓનું ફોટો સેશન, મોદી-ઈમરાન પણ હતા હાજર

Social Share

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. માલદીવ અને શ્રીલંકાની મુલાકાત બાદ હવે એસસીઓ સમિટમાં પીએમ મોદી ભાગ લઈ રહ્યા છે. તેની સાથે જ મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં વિદેશ નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે તેઓ ગુરુવારે ઓમાનના એર રુટથી બિશ્કેક પહોંચ્યા હતા. પીએમ મોદીએ પહેલા દિવસે ચીન, રશિયા સહીતના મુખ્ય દેશોના નેતાઓની સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનની સંપૂર્ણપણે અવગણના કરી હતી. તેમણે ઈમરાન ખાન સાથે હસ્તધૂનન તો દૂર પણ તેમને જોવાનું પણ ટાળ્યું હતું. આજે પણ પીએમ મોદી અન્ય કેટલાક નેતાઓ સાથે મળશે અને દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

https://twitter.com/malik0oo/status/1139416276063776769

શુક્રવારે એસસીઓ સમિટમાં ફોટો સેશન થયું હતું. તેમાં ઈમરાન ખાન અને પીએમ મોદી વચ્ચે અંતર કંઈ ખાસ ન હતું. પરંતુ બંને વચ્ચે અહીં પણ કોઈ ઔપચારીકતા થઈ ન હતી. પીએમ મોદી આતંકવાદી ફેલાવતા પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનથી અંતર જાળવતા જોવા મળ્યા હતા.

એસસીઓ સમિટ દરમિયાન પ્રેસિડેન્સિયલ પેલેસ હોલમાં પણ ઈમરાનખાન સાથે પીએમ મોદીની કોઈ પણ ઔપચારીકતા થઈ નહીં. તો ઈમરાનખાન પણ શિષ્ટાચાર ભૂલીને ખૂણામાં પોતાને મળેલી બેઠક પર જઈને બેઠા રહ્યા અને આખી દુનિયામાં પાકિસ્તાનીઓની વધુ ફજેતીનું કારણ પણ બન્યા હતા.

આઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કજાકિસ્તાન, બેલારુસ, મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરશે. પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપ્રમુખ ડૉ. હસન રુહાની, ભારત-કજાકિસ્તાન, દ્વિપક્ષીય મુલાકાત, પ્રેસ કોન્ફરન્સ પણ આજના કાર્યક્રમમાં સામેલ છે. આ તમામ મુલાકાત સમાપ્ત થયા બાદ પીએમ મોદી દિલ્હી આવવા માટે બિશ્કેકથી રવાના થશે.

ગુરુવારે પીએમ મોદીએ ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અફઘાનિસ્તાના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સંયુક્ત બેઠકમાં પીએમ મોદીનો સામનો ઈમરાનખાન સાથે પણ થયો હતો. પરંતુ તેમણે ઈમરાનખાન સામે જોયું પણ ન હતું. ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી વચ્ચે માત્ર ત્રણ બેઠકનું અંતર હતું. પરંતુ આતંકના સમર્થક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાતચીતનો કોઈ સવાલ જ ઉભો થતો ન હતો. જિનપિંગ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાન સાથે હાલ ભારત વાત કરી શકે નહીં, કારણ કે માહોલ યોગ્ય નથી. પહેલા માહોલ યોગ્ય થવો જોઈએ અને બાદમાં વાત કરી શકાય છે.

એસસીઓ સમિટમાં ડિનર દરમિયાન પણ પીએમ મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ વાતચીત થઈ નથી અને કોઈપણ ઔપચારીક હસ્તધૂનન પણ થયું નથી.