Site icon Revoi.in

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા બાદ ઘારા 144 લાગૂ કરાઈ ,ઈન્ટરનેટ સેવા પ્રતિબંધિત

Social Share

મુંબઈઃ- મણીપુરની હિંસાની ઘટનાઓ હજી અટકવાનું નામ નથી લઈ રહી ત્યાતો મહારાષ્ટ્રમાં હવે હિંસા ફાટી નીકળી છએ,મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસાના કારણે અત્યાર સુધી 35 થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

કોલ્હાપુરમાં હિંસા બાદ હવે પોલીસ કાર્યવાહી સતત ચાલુ  છે, જ્યાં પોલીસે કુલ 35થી વધુ લોકોની ધરપકડ કરી છે અને તેમાંથી 2 સગીરનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તાજેતરની ઘટના અંગે કોઈપણ પ્રકારની અફવાઓને રોકવા માટે શહેરમાં ઘારા 144 પણ લાગુ કરી છે.

કોલ્હાપુર શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ 31 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. જે બુધવારે સાંજે 5 વાગ્યાથી ગુરુવારે મધરાત સુધી લાગુ રહેશે. ટીપુ સુલતાન અને ઔરંગઝેબના પદો અને હોદ્દા જાળવી રાખવાના વિરોધમાં બજરંગ દળ દ્વારા કોલ્હાપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, જિલ્લાના શિવાજી ચોક ખાતે બંધ અને વિરોધ હિંસક બન્યો હતો.

આ હિંસક અથડામણને જોતા પોલીસે  લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. ત્યાર બાદ જ પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવી શકાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે જિલ્લામાં કલમ 144 લાગુ થયા બાદ પણ પ્રદર્શનકારીઓ શિવજી ચોક ખાતે એકઠા થયા હતા આ સાથે જ હિંસામાં 50 વાહનો અને કેટલીક દુકાનોને નુકસાન થયું હતું.હાલમાં શહેરમાં સ્થિતિ સામાન્ય છે જો કે સાવચેતીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બળ છે. પોલીસને સતર્ક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં મોગલ શાસક ઔરંગઝેબના ફોટાનો મોબાઈલ ફોન પર સ્ટેટસ તરીકે ઉપયોગ કરવામાં આવતા હોબાળો થયો હતો. કેટલાક યુવકો તેમના મોબાઈલ સ્ટેટસ પર ઔરંગઝેબનો ફોટો મૂક્યો હતો અને તેના પર કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ લખી હતી. આનાથી નારાજ થઈને બુધવારે મોટી સંખ્યામાં લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આનાથી સ્થિતિ વધુ બગડી. પથ્થરમારો અને હિંસાનો આશરો લેનારા લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.