Site icon Revoi.in

26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટેજ નહી અહીં દરરોજ 52 સેકન્ડ માટે આખુ શહેર થંભી જાય છે – વગાડવામાં આવે છે રોજ રાષ્ટ્રગીત

Social Share

જન ગન મન અધિનાયક જય હે…….જ્યા પણ આપણું રાષ્ટ્રગીત વાગતું હોય ત્યા આપણે તરત જ ઊભા રહી જતા હોય છે, જો કે આવું ઘણી વખત બનતું હોય છે જેમ કે 15 મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી અથવા તો કોઈ કાર્યક્રમમાં, પરંતુ આજે ભારતના એક એવા શહેરની વાત કરીશું જ્યા રોજે રોજ રાષ્ટ્રગીતનું પઠન થાય છે અને રોજે રોજ આખુ શહેર 52 સેકન્ડ માટે પોતાના જે તે તમામ કામકાજ છોડીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહી જાય છે.મહત્વની વાત એ છે કે આ શહેરમાં એક નિશ્ચિત સમય અનુસાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને કોઈપણ કામ રાષ્ટ્રગીત પછી જ શરૂ થાય છે.

નાલગોંડા એ તેલંગાણાનું એક શહેર છે જ્યાં દરરોજ સવારે 8 વાગ્યે લાઉડસ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવેત્યારે આખું શહેર 52 સેકન્ડ માટે થંભી જાય છે. અર્થાત દરેક લોકો નાના મોટા વડીલો સાવઘાનની સ્થિતિમાં ભીભા રહી જાય છે.

મહત્વની બીજી વાત એ છે કે શહેરના અલગ-અલગ મુખ્ય સ્થળોએ 12 મોટા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે, જેના કારણે નજીકમાં રહેતા લોકો રાષ્ટ્રગીત સાંભળી શકે છે અને પોતાનું તમામ કામ બંધ કરી દે છે અને સાવધાની પૂર્વક ઉભા રહીને રાષ્ટ્રગીત ગાય છે.આ સાથે જ હવે  આગામી સમયમાં મહાનગરપાલિકા શહેરના અન્ય વિસ્તારોમાં પણ લાઉડ સ્પીકર લગાવવાની તૈયારી કરી રહી છે.

જે લોકોએ આ અભિયાન શરૂ કર્યું છે તેમનો ઉદ્દેશ્ય એ છે કે રાષ્ટ્રગીતને દરરોજ સન્માન મળવું જોઈએ. આ પ્રેરણા જમ્મીકુંતા નામની જગ્યા પરથી મળી હતી જ્યાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. તેનાથી પ્રેરિત થઈને નાલગોંડા જન ગણ મન ઉત્સવ સમિતિ દ્વારા આ અભિયાન 23 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવ્યું હતું.

જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, ત્યારે આ ક્ષણ રહેવાસીઓ માટે ખૂબ જ રોમાંચક હોય છે. સામાન્ય રીતે આપણે પ્રજાસત્તાક દિવસ કે સ્વતંત્રતા દિવસ પર આપણું રાષ્ટ્રગીત ગાઈએ છીએ જ્યારે તિરંગાને સલામી આપતી વખતે સાવધ મુદ્રામાં રહી એ છે. આવી સ્થિતિમાં, આ શહેરના રહેવાસીઓ દરરોજ ત્રિરંગા સામે સલામી આપતી વખતે રાષ્ટ્રગીત ગાય છે.અને પોતે અદભૂત દેશભક્તિની અનુભુતિ કરે છે