Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃઅથડામણ દરમિયાન બે આતંકીઓનો ઠાર મરાયા

Social Share

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા અટકેલી રહતી હોય છે, આતંકીઓ દ્રારા અંહી નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જો કે ભારતીય સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ કરવામાં સફળ રહે છે.ત્યારે હવે ફરી એક વખત સુરક્ષાદળોને  મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં, સુરક્ષા દળો દ્વારા આ  સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી હતી કે આતંકવાદીઓ પુલવામાના ત્રાલમાં નાગબેરાન તરસરના જંગલમાં સંતાયેલા છે. આ બહાતમી મળતાની સાથે જ  સુરક્ષા દળોએ આ વિસ્તારને સંપૂર્ણ ઘેરી લીધો.

આ પહેલા સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા પણ જણાવ્યું હતું, પરંતુ આતંકવાદીઓએ શરણાગતિ સ્વીકારી નહતી. પોતાને સેનાના સકંજામાં ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ આતંકીઓને સામો મૂહતોડ જવાબ આપ્યો અને બે આતંકીઓને ઠાર કર્યા.જો કે  હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. હાલમાં, સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.