Site icon Revoi.in

રિક્ષાવાળાનો ‘દેશી જુગાડ’ જોઈને લોકોએ કહ્યું-વાહ શું સીન છે

Social Share

આપણા દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી.કેટલાક લોકોની અંદર તો આ પ્રતિભા એટલી બધી કુટી-કુટીને ભરેલી હોય છે કે,જોનારાઓને પણ દાંત નીચે આંગળી દબાવવાની ફરજ પડશે.ખાસ કરીને જ્યારે આપણે દેશી જુગાડની વાત કરી રહ્યા છીએ.આ દિવસોમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ઓટો સાથેનો એક કાદેશી જુગાડનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેને જોયા બાદ બધા તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.ખરેખરમાં આ રિક્ષાવાળાએ પોતાની એવો દેશી જુગાડ રમ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયાના લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. આ જોઈને સોશિયલ મીડિયાના લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. 12 સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દેશી જુગાડનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બનેલો છે.વાસ્તવમાં એક રિક્ષાવાળા ભાઈ પોતાની ગાડીમાં દેશી જુગાડ દ્વારા લોકોને કાર જેવો અનુભવ કરાવે છે.જો ના સમજાય તો જુઓ આ વિડીયો. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.વીડિયો ક્લિપમાં એક ઓટો રસ્તા પર લપેટમાં આવતી જોવા મળે છે. આ વીડિયો ઓટોમાં બેઠેલી એક મહિલા પેસેન્જરે શૂટ કર્યો છે.તે ઓટોમાં લાગેલી  પેસેન્જર સીટ જોઈને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ છે,કારણ કે આ ઓટોમાં સામાન્ય સીટને બદલે ઓટો ડ્રાઈવરે કારની સીટ ફીટ કરી છે.

આ અદ્ભુત દેશી જુગાડ વીડિયો @Vaishnavioffl નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વૈષ્ણવીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ ઓટો ડ્રાઈવર વર્ષ 3000માં રહે છે.’  ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

વીડિયો જોયા બાદ એક યુઝરનું કહેવું છે કે,જો ઓટો ડ્રાઈવરે કારની સીટ સાથે સીટ બેલ્ટ લગાવ્યો હોત તો તે સોને પે સુહાગા થઇ જાત.તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, વાહ! શું સીન છે ? અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, વાહ, આનાથી પગ મૂકવાની જગ્યા પણ વધી ગઈ છે.