Site icon Revoi.in

રાજકોટ શહેરમાં દિવાળીનો જોરદાર માહોલ, બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી

Social Share

રાજકોટ: પ્રકાશનું પર્વ એટલે કે દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી લઈને સાંજ સુધી માર્કેટમાં ભારે ઘરાકી રહે છે. આ સાથે ઘરના આંગણામાં બનાવાતી રંગોળીના રંગોની પણ ખરીદી શરૂ થઇ ગઇ છે.

આ બાબતે સ્થાનિક વેપારીએ જણાવ્યું કે કલરની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કાચો માલ રાજસ્થાનથી આવે છે અને કેમિકલ મિક્ષ કરી માલ બનાવવામાં આવે છે અને 140 રૂપિયામાં કલર વેચવામાં આવી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી વેપારી દ્વારા કલરનું વેચાણ કરવામાં આવે છે.

ભારતમાં દિવાળીના સમય પર લાખો પરિવાર દ્વારા ઘરની બહાર રંગોળી બનાવીને ઘરની શોભા વધારવામાં આવે છે. દેશમાં દિવાળીના તહેવાર પર આ વખતે બજારમાં તેજી હોવાના કારણે તમામ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સાથે લોકોમાં પણ આ વખતે દિવાળીની ખરીદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કોરોનાવાયરસ મહામારીના કારણે ભારતમાં ગત વર્ષે તો દિવાળીનો લોકો એટલો ઉત્સાહ રાખી શક્યા ન હતા.