દિલ્હી – ભારતીય સેવનના પ્રમુખ મનોજ પાંડે રવિવારના રોજ દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
જનરલ પાંડેની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના “મજબૂત સંરક્ષણ સંબંધો”ને વધુ મજબૂત કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન જનરલ પાંડે તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
ભારતીય આર્મી ચીફના પ્રવાસ કાર્યક્રમમાં રિપબ્લિક ઓફ કોરિયાના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત અને સંરક્ષણ રચનાઓ અને સંસ્થાઓની મુલાકાતનો સમાવેશ થાય છે.
આ સંદર્ભમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જનરલ પાંડે આજે કોરિયા પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત 20 નવેમ્બરથી શરૂ થશે, જે ભારત-દક્ષિણ કોરિયા સંબંધોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સ કોરિયન યુદ્ધ દરમિયાન આવશ્યક તબીબી સહાય પૂરી પાડવા 20 નવેમ્બર 1950ના રોજ દક્ષિણ કોરિયાના બુસાનમાં ઉતરી હતી