Site icon Revoi.in

વરિષ્ઠ વકીલ આર વેંકટરામણીને દેશના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરાયા

Social Share

દિલ્હી. દેશના નવા એટર્ની જનરલ તરીકે વરિષ્ઠ એડવોકેટ આર વેંકટરામણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્તમાન એટર્ની જનરલનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. જ્યારે હવે તેઓ કેકે વેણુગોપાલનું સ્થાન ગ્રહણ કરશે. વર્તમાન એટર્ની જનરલનો કાર્યકાળ આ મહિને 30 સપ્ટેમ્બરે પૂરો થાય છે.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ આર વેંકટરામણી, વરિષ્ઠ એડવોકેટને ભારતના એટર્ની જનરલ તરીકે તેમની ઓફિસમાં પ્રવેશ્યાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવાથી પ્રસન્ન છે.

વરિષ્ઠ વકીલ આર વેંકટરામણી સર્વોચ્ચ અદાલતના પ્રતિષ્ઠિત વકીલ છે અને બંધારણીય કાયદો, પર્યાવરણીય કાયદો, કરવેરા, આદિવાસી અધિકારો અને બાળ અને મહિલા અધિકારો જેવી વિવિધ બાબતોમાં હાજર રહ્યા છે.તેમણે અનેક રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, યુનિવર્સિટીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં મુખ્ય કેસોમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

આ પહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ભારતના આગામી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.30 સપ્ટેમ્બર, 2022 ના રોજ, ભારતના એટર્ની જનરલ તરીકે વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.ત્યારે હવે તેમના સ્થાને વેંકટરામણી ફરજ બજાવશે.