Site icon Revoi.in

ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં વધારો

Social Share

નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે પ્રારંભિક નબળાઈ બાદ સ્થાનિક શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી પણ મજબૂત થઈને ફરી 18000ને પાર કરી ગયો છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં છેલ્લા ચાર દિવસના ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 721 પોઈન્ટના ઉછાળા સાથે 60566ના સ્તરે અને નિફ્ટી 207 પોઈન્ટના ઉછાળા સાથે 18014 પોઈન્ટના સ્તરે બંધ થયા છે.

ફાર્મા અને હેલ્થકેરને છોડીને, નિફ્ટીના તમામ સૂચકાંકો સોમવારે લીલા નિશાન પર બંધ થયા હતા. PSU બેન્કોમાં પણ 7.29 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક, મીડિયા મેટલ્સ, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી જેવા સૂચકાંકો 2 ટકાથી વધુ વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક, સ્ટેટ બેન્ક, બજાજ ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટાટા સ્ટીલ અને આઇટીસી સેન્સેક્સમાં ટોચના ગેઇનર્સમાં હતા. યુએસ ડોલર સામે રૂપિયો 16 પૈસા સુધરીને 82.66 (કામચલાઉ) પર બંધ થયો હતો.

Exit mobile version