Site icon Revoi.in

મુંબઈ-પુણે હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માતઃ- 5 લોકોના મોત

Social Share

 

મુંબઈઃ- દેશભરમાં હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હો. છે ત્યારે આજરોજ રવિરવારે મહારાષઅટ્રમાં ભયાનક આકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મહારાષ્ટ્રના લોનાવલાના શિલાતને ગામ પાસે રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ચક્કર લાગતા પાંચ લોકોના મોત થયા છે. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોને ખંડાલા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

વિતેલા રવિવારે પણ  પૂણે-અમદનગર રોડ પર એક ટ્રકે કાર અને બે મોટરસાઇકલને ટક્કર મારતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. શિકારપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર કારમાં સવાર બે લોકો અને બે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા છે. ચારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.