Site icon Revoi.in

સીરમ ઇન્સ્ટીટયુટએ બાળકો માટે ભારતની પહેલી ન્યુમોકોકલ વેક્સીન લોન્ચ કરી

Social Share

મુંબઈ: પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાએ ભારતની પહેલી સ્વદેશી રીતે વિકસિત ન્યુમોકોકલ વેક્સીન ન્યુમોસિલને લોન્ચ કરી દીધી છે. કંપનીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનની હાજરીમાં ન્યુમોસિલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જથ્થાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા સીઆઈઆઈએ સોમવારે માહિતી આપી હતી કે, સંપૂર્ણ સ્વદેશી વેક્સીન ન્યુમોસિલને લોન્ચ કરવામાં આવી રહી છે.

ન્યુમોસિલને સીરમ ઇન્સ્ટીટયુટ પીએટીએચ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચેના એક દાયકાના સહયોગના માધ્યમથી વિકસિત કરવામાં આવી છે. તે એક મહત્વપૂર્ણ મીલનો પત્થર માનવામાં આવે છે, જે ન્યુમોકોકલ કંજુગેટ વેક્સીનની તાકાતમાં સુધારો લાવવા અને ઓછી અને મધ્યમ આવકવાળા દેશો માટે ટકાઉ વપરાશને સક્ષમ બનાવશે.

આ વેક્સીન બાળકોને ન્યુમોકોકલ રોગો સામે અસરકારક અને લાંબા ગાળાનું રક્ષણ પ્રદાન કરશે. આ પ્રસંગે હર્ષવર્ધનએ જણાવ્યું હતું કે, “દેશની જાહેર આરોગ્ય સંભાળ માટે આ એક મહત્વપૂર્ણ મીલનો પત્થર છે, જે સુનિશ્ચિત કરશે કે, બાળકોને એક સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સીનની સાથે ન્યુમોકોકલ રોગથી વધુ સારી રીતે બચાવી શકાય છે.”

ન્યુમોસિલના લોન્ચ વિશે સીરમ સંસ્થાના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, “વર્ષોથી અમારા સતત પ્રયત્નો નિયમિત આપૂર્તિની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સીન પ્રદાન કરવાનું રહ્યું છે, જેથી દુનિયાભરના બાળકો અને પરિવારો માટે શ્રેષ્ઠ પ્રતિરક્ષક કવરેજ સુનિશ્ચિત કરે છે.” તેમણે કહ્યું કે, બાળકોને ન્યુમોકોકલ રોગથી બચાવવા તે એક આદર્શ વિકલ્પ છે.

-દેવાંશી

Exit mobile version