Site icon Revoi.in

છત્રપતિ શિવાજીના રોલમાં જોવા મળશે આ એક્ટર

Social Share

મુંબઈ: બોલિવૂડમાં અત્યાર સુધી અનેક બાયોપિક ફેંસની સામે રજૂ કરવામાં આવી છે. આ સાથે ઘણી બધી બાયોપિક રીલીઝ થવાની લિસ્ટમાં સામેલ છે. જયલલિતા અને ઇન્દિરા ગાંધી પછી હવે એક બીજી પર્સનાલિટી સ્ટોરી સ્ક્રીન પર દેખાવા જઈ રહી છે. આ ઉપરાંત ભારતીય ઇતિહાસના વારસાની વાર્તાઓ પર પણ આજકાલ ફિલ્મો બનાવવામાં આવી રહી છે. તાનાજી બાદ હવે છત્રપતિ શિવાજી મહારાજ પર એક ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર નજરે પડી શકે છે.

છત્રપતિ શિવાજી મહારાજની બાયોપિક બનાવવાનો વિચાર ઘણા મેકર્સ કરી રહ્યા છે. રિતેશ દેશમુખ,અલી અબ્બાસ ઝફર,રોહિત શેટ્ટી જેવા મેકર્સ શિવાજી પર ફિલ્મ બનાવવા માંગે છે. હવે સમાચાર મુજબ કબીર સિંહના પ્રોડ્યુસર અશ્વિન વર્દે પણ વીર મરાઠાની બાયોપિક પર કામ શરૂ કરી શકે છે.

એક રીપોર્ટ મુજબ અશ્વિન વર્દેએ આ ફિલ્મમાં છત્રપતિ શિવાજીનો રોલ શાહિદ કપૂરને ઓફર કર્યો છે. એટલું જ નહીં,અશ્વિને આ પ્રોજેક્ટ માટે શાહિદ કપૂરનો સંપર્ક કર્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાહિદને પણ ફિલ્મનો આઇડિયા ગમ્યો છે. અને તેણે ફિલ્મ માટે સંમતિ આપી દીધી છે.

હાલમાં બંને કોન્ટ્રેક્ટથી જોડાયેલ ફોર્મેલિટી પૂર્ણ કરી રહ્યા છે. પદ્માવત પછી શાહિદની આ બીજી પિરિયડ ફિલ્મ હશે. થોડા દિવસો પહેલા શરદ કેલકર શિવાજી બનવાના સમાચાર સામે આવ્યા હતા. ખરેખર અજય દેવગણની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરમાં છત્રપતિ શિવાજીનું પાત્ર હતું,જે ફેંસને ખૂબ ગમ્યું હતું. હવે ફેંસને ફિલ્મ વિશે જાણ થઇ ગઈ છે, તો તેઓ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

રીપોર્ટસ મુજબ,અશ્વિન વર્દેએ આ પ્રોજેક્ટ માટે લાએકા પ્રોડક્શન સાથે હાથ મિલાવ્યો છે. લાએકા પ્રોડક્શન અગાઉ રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 બનાવી ચુકી છે.અજય દેવગણની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરમાં છત્રપતિ શિવાજીનું પાત્ર હતું. વીર મરાઠાનું પાત્ર એક્ટર શરદ કેલકરે ભજવ્યું હતું.

છત્રપતિ શિવાજીની જન્મજયંતિ પર રિતેશ દેશમુખે મરાઠા સમ્રાટની બાયોપિક બનાવવાની ઘોષણા કરી હતી. શિવાજીની આ બાયોપિક ત્રણ ભાગમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન સૈરાટના ડાયરેકટર નાગરાજ મંજુલે કરી શકે છે. શિવાજીની આ ફિલ્મનું શીર્ષક છત્રપતિ શિવાજી મહાગથા હોઈ શકે છે.

-દેવાંશી

Exit mobile version