Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે 30 તારીખે શશિ થરુર ઉમેદવારી નોંધાવશે, પવન બંસલ પણ અધ્યક્ષ પદની રેસમાં

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કોગ્રેંસ અધ્યક્ષપદને લઈને અનેક નામ સામે આવી રહ્યા છે જેમાં શશિ થરુરનું નામ પણ લસામેલ હતું ત્યારે હવે શશિ થરુર પણ આ પદની દાવેદારી નોંધાવા માટે તંયાર છે પ્રાપ્ત વિગત પ્રમાણે  વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.

આ બાબતે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ આજરોજ માહિતી આપી હતી કે  શશિ થરૂરના પ્રતિનિધિએ તેમના કાર્યાલયને જાણ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પ્રમુખ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરશે.આ સાથે જ તેમણે એમ પ મકહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીને લઈને અત્યાર સુધી કરવામાં આવેલા કામ વિશે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને જાણ કરી છે.

જાણકારી પ્રમાણે આ ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં શશિ થરૂરને કોણ ટક્કર આપી શકે છે તે અંગેના સસ્પેન્સ વચ્ચે પવન બંસલ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે.એટલે કે હવે અધ્યક્ષ પદની રેસમાં પવન બંસલ પણ દોડ મૂકી શકે છે.

મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે બંસલે મંગળવારે પક્ષના વડા સોનિયા ગાંધીને તેમના 10 જનપથ નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને તેમનું મતદાર ઓળખ કાર્ડ સોંપ્યું હતું. તેમણે સોનિયા ગાંધીને અત્યાર સુધીની પ્રક્રિયા વિશે પણ જણાવ્યું, અને એ પણ જણાવ્કેયું હતું કે  કેટલા લોકોએ આ પદ માટેના ફોર્મ લીધા છે.જો કે તેમણએ માત્ર ફોર્મ લીધુ છે વઘુ વિગતો સામે આવી નથી કારણ કે નામાંકન પહેલા કોઈ પણ ફોર્મ લઈ શકે છે.

Exit mobile version