Site icon Revoi.in

ઝારખંડના રાચીંમાં પશુ તસ્કરી કરતા વાહનને અટકાવતા મહિલા ઈન્સપેક્ટરને કચડી નાખી મોતને ઘાટ ઉતારવામાં આવી

Social Share

રાંચીઃ- દેશભરમાં અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીક ઘટનાઓથી આપણું પણ હ્દય કાંપી ઉઠે છે ત્યારે આજરોજ ઝાંરખંડની રાજધાની રાચીંમાંથી આવી જ એક ચોંકવનારી ઘટના સામે આવી છે કે જેમાં મહિલા ઈન્સપેક્ટરને ફરજ બજાવતા દરમિયાન બદલામાં મોત મળ્યું છે દેશની સેવામાં લાગેલી મહિલા પોલીસ જવાનને વાહન ચાલકે કચડી નાખી હતી.

તુપુદાના પોલીસ સ્ટેશન વિસ્તારના હુલહંડુમાં વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. મહિલા નિરીક્ષક સંધ્યા ટોપનો ચેકપોસ્ટ પર તૈનાત હતા. આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક પીકઅપ વાન ઝડપથી આવી રહી હતી. સંધ્યા ટોપનોએ તેને રોકવાના પ્ર્યોરયાસ કર્યા. રોકવાને બદલે ગુનેગારો સંધ્યા ટોપનો પર કાર ચઢાવી દીધી અને તેને કચડીને આગળ વધ્યા.

આ અકસ્માતમાં સંધ્યા ટોપનો ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમને તાત્કાલિક રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણકારી મળતા જ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગુનેગારોને ઝડપી લીધા હતા. પોલીસનું કહેવું છે કે અમે તમામ રીતે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે ગુનેગારોને ઝડપી લેવા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.આજે વહેલી  સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે વાહનમાં હત્યા થઈ હતી તે પણ મળી આવી છે.