Site icon Revoi.in

અમેરિકાના શિકાગોમાં સ્વતંત્ર દિવસની પરેડ દરમિયાન ગોળીબારની ઘટના – 6 લોકોના મોત

Social Share

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વિતેલા દિવસે 4 જૂલાઈના રોજ દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં પરેડમાં ગોળીબાર  થતાં છ લોકોના મોત થયા છે અને 50 થી વધુ  લોકો ઘાયલ થયા છે.

ગોળીબારની  ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગભરાટના કારણે પરેડ જોવા આવેલા લોકોમાં નાસભફાગ મચી જવા પામી હતી,આ ગોળીબાર પાસેના એક ઘરના ટેરસ પરપથી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

જો કે આ ઘટનાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પોલીસના જણાવ્યા મુજબ , પરેડના સ્થળેથી ભાગી ગયેલા ઘણા લોકોએ જણાવ્યું કે તેઓએ લોહીથી લથપથ ઘણા મૃતદેહો જોયા છે. શિકાગો સન-ટાઇમ્સના અહેવાલ મુજબ, પરેડ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. 10 મિનિટ પછી જ ફાયરિંગ શરૂ થઈ ગયું. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ ત્યાં હાજર લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જણાવ્યું હતું.

સ્થાનિક પોલીસે ટ્વીટ કર્યું કે અમે સ્વતંત્રતા દિવસ પરેડ રૂટ પર ફાયરિંગમાં સ્થાનિક હાઈલેન્ડ પાર્ક પોલીસને મદદ કરી રહ્યા છીએ. કૃપા કરીને જ્યાં આ ઘટના બની તે સ્થળથી દૂર રહો અને સુરક્ષા એજન્સીઓને પરિસ્થિતિ થાળે પાડવાદો.

લેક કાઉન્ટી શેરિફ ઓફિસે શંકાસ્પદ વ્યક્તિના દેખાવ વિશે ખુલાસો કર્યો છે. એવું કહેવામાં  તેની ઉંમર લગભગ 18-20 વર્ષ છે.અહેવાલો અનુસાર, ગોળીબાર કરનાર હુમલાખોરને હાઈલેન્ડ પાર્કમાં જોવામાં આવ્યો છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.