Site icon Revoi.in

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત  – જીએસટી સંગ્રહ  ડિસેમ્બર મહિનામાં વધુ રહ્યો

Social Share

દિલ્હીઃ-કોરોના મહામારી અને લોકડાઉન બાદ પણ હવે દેશની અર્થવ્યવસ્થા હવે ધીરે ધીરે સુધારવાના સંકેતો દર્શાવી રહી છે. જીએસટીની રજૂઆત બાદ ડિસેમ્બર મહિનામાં  2020 દરમિયાન જીએસટીની આવક સૌથી વધુ રહી છે અને તે પહેલીવાર છે જ્યારે રુપિયા 1 લાખ 15 હજાર 174 કરોડનો આંકડો પાર કર્યો છે. ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા હતું.

જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ગયું હોય તેવો સમયગાળો આ સતત ત્રીજો મહિનો છે. નાણાં મંત્રાલયે કહ્યું કે, કુલ આવકમાં સેન્ટ્રલ જીએસટીનું યોગદાન 21,365 કરોડ રૂપિયા છે. રાજ્યનો જીએસટી 27,804 કરોડ રૂપિયા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એકીકૃત જીએસટી 57,426 કરોડ અને સેસ રૂ .8,579 કરોડ રહ્યો છે.

જીએસટીની આવકમાં સુધારા પ્રમાણે, ડિસેમ્બરમાં જીએસટી સંગ્રહના વિતેલા વર્ષની સરખામણીમાં 12 ટકાનો વધારો થયો છે. મંદીમાંથી પસાર થઈ રહેલા અર્થતંત્ર માટે આ એક સારો સંકેત છે. આ સમયગાળા દરમિયાન, માલની આયાતની આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 27 ટકા વધારે છે અને ઘરેલું વ્યવહારની આવક 8 ટકા વધારે છે. અત્યાર સુધી એપ્રિલ 2019 ના મહિનામાં જીએસટી કલેક્શન 1,13,866 કરોડ રૂપિયા રહ્યું છે, જે સૌથી વધુ સ્તર છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં કોરોનામહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી જીએસટીની આવક પ્રભાવિત થઈ છે.

સાહિન-