Site icon Revoi.in

મોદી સરકારે સિમી પર વધુ પાંચ વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ

Social Share

દેશમાં વિભિન્ન આતંકવાદી ઘટનાઓમાં કથિતપણે સામેલ સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમીને સરકારે વધુ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધું છે, કારણ કે તે સતત વિધ્વંસક ગતિવિધિઓમાં સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક નોટિફિકેશન પ્રમાણે, જો સિમીની ગેરકાયદેસર ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં નહીં આવે અને તેને તાત્કાલિક નિયંત્રિત કરવામાં નહીં આવે, તો આ સંગઠન પોતાની વિધ્વંસક ગતિવિધિઓને ચાલુ રાખશે. પોતાના ફરાર કાર્યકર્તાઓને ફરીથી સંગઠિત કરશે અને દેશવિરોધી ભાવનાઓને ભડકાવીને ધર્મનિરપેક્ષ માળખાને બાધિત કરશે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે, માટે ગેરકાયદેસર ગતિવિધિઓ રોકથામ અધિનિયમ-1967ની કલમ-3ની પેટાકલમ-1 અને પેટાકલમ-3 હેઠળ પ્રદત્ત શક્તિઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે સિમીને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે અને આ નોટિફિકેશન ઉપરોક્કત અધિનિયમની કલમ- 4 હેઠળ કરી શકાય તેવા કોઈપણ આદેશને આધિન છે, તેનો પ્રભાવ પાંચ વર્ષની અવધિ માટે હોય છે.

સરકાર તરફથી સિમી પર લગાવવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ એક ન્યાયાધિકરણે કરવી પડશે. ગૃહ મંત્રાલયે 58 આવા મામલાને યાદીબદ્ધ કર્યા, જેમાં સિમીના સદસ્ય કથિતપણે સામેલ હતા. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સંગઠન કોમવાદી વૈમનસ્ય પેદા કરીને, દેશની અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડનારી ગતિવિધિઓ દ્વારા લોકોના દિમાગને દૂષિત કરી રહ્યું છે.

આમા કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર એમ પણ માને છે કે સિમીની ગતિવિધિઓને જોતા તેને તાત્કાલિક પ્રભાવથી ગેરકાયદેસર સંગઠન ઘોષિત કરવું જરૂરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ ગુરુવારથી લાગુ થઈ ગયો છે. જે આતંકવાદી ગતિવિધિઓમાં સિમીના સદસ્ય કથિતપણે સામેલ રહ્યા છે, તેમા બિહારના ગયામાં 2017માં થયેલો વિસ્ફોટ, 201માં બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિસ્ફોટ અને 2014માં જ ભોપાલમાં જેલ બ્રેકની ઘટનાઓ સામેલ છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,દિલ્હી,તમિલનાડુ, તેલંગાણા અને કેરળની પોલીસે સિમીના ટોચના આતંકવાદીઓ સફદર નાગૌરી, અબુ ફૈસલ સહીત અન્ય વિરુદ્ધ દોષસિદ્ધિનું વિવરણ પણ આપ્યું છે. તપાસકર્તાઓ પ્રમાણે, ફૈસલે 2013ની ખંડવા જેલ બ્રેકની ઘટનામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે સિમીના સદસ્યો કથિતપણે બેંક લૂંટ, પોલીસકર્મીઓની હત્યા, વિસ્ફોટ સહીતના અન્ય મામલાઓમાં સામેલ રહ્યા છે.

સિમીની સ્થાપના 25 એપ્રિલ-1977ના ઉત્તરપ્રદેશના અલીગઢમાં થઈ હતી. આ સંગઠન કથિતપણે ભારતને ઈસ્લામિક રાજ્યમાં પરિવર્તિત કરીને ભારતને કથિત આઝાદ કરાવવાના ઝેરીલા અને વૈમનસ્ય ફેલાવનારા એજન્ડા પર કામ કરી રહ્યું છે. સિમીને 2001માં પહેલીવાર એક ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેને ઘણીવાર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. છેલ્લે પહેલી ફેબ્રુઆરી-201ના રોજ યુપીએ સરકારે સિમીને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યું તું. પ્રતિબંધની પુષ્ટિ 30 જુલાઈ-201ના રોજ એક ન્યાયાધિકરણે કરી હતી. હાલની મોદી સરકારે પણ સિમી પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.