Site icon Revoi.in

દેશભરમાં આવતી કાલથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન- જાણો ક્યા ક્યા પ્લાસ્ટિક પર રહેશે પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે તે વાત આપણે સૌ કોી જાણીએ છીએ જો કે છત્તા પણ ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિકનું વેંચાણ થતું હતું જો કે હવે આવતી કાલથી એટલે કે દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકની કુલ 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જેમાં થર્મોકોલ પ્લેટ્સ, કપ, ગ્લાસ, કટલરી જેવી કે કાંટા ચમચી, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના બોક્સ પર રેપિંગ ફિલ્મ, આમંત્રણ કાર્ડ, સિગારેટના પેકેટ માટેની ફિલ્મ, પ્લાસ્ટિક ફ્લેગ્સ, બલૂન સ્ટીક્સ અને આઈસ્ક્રીમની ચમચીઓ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઓગસ્ટ 2021માં સૂચિત નિયમો અને 2022 દરમિયાન સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર દૂર કરવાના ભારતના પ્રયાસોના ભાગરૂપે 31 ડિસેમ્બર, 2022 સુધીમાં પ્લાસ્ટિક કેરી બેગની લઘુત્તમ જાડાઈ હાલના 75 માઇક્રોનથી 120 માઇક્રોનમાં બદલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે જાડી કેરી બેગ રજૂ કરવામાં આવશે. પ્રતિબંધને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે.

સરકારે પ્લાસ્ટિક બેગની જાડાઈ માટે એક ધોરણ નક્કી કર્યું છે અને છૂટક વિક્રેતાઓ દ્વારા બેગ આપવાનું ફરજિયાત બનાવ્યું છે.પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે જાહેર સ્થળો, રાષ્ટ્રીય વસાહતો, જંગલો અને દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશભરમાં લગભગ 100 સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આવતી કાલથી પ્લાસ્ટિક સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન કરાશે.