Site icon Revoi.in

જેલમાં બેઠા-બેઠા સુકેશ સર્જ્યો કાંડઃ વિદેશી નંબર ઉપરથી જેકલિનને મોકલ્યાં મેસેજ

Social Share

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુકેશે વિદેશી નંબર ઉપરથી ફિલ્મ અભિનેત્રી જેકલીનને અનેક મેસેજ મોકલ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે પણ તપાસ શરુ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મોટી છેતરપિંડી કરનાર ચંન્દ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને વોટ્સએપ પર ડઝનેક મેસેજ કર્યા હતા. એમાં એને એક ફિલ્મ મેળવવા માટે ડીલ ફાઈનલ થઈ ગઈ હોવાનો દાવો પણ કર્યો છે. દિલ્હીની જેલ માંથી 500 કરોડની છેતરપિંડીને અંજામ આપનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખરના સૌથી મોટા ‘કાંડ’ ના ઘણા મહત્વના પુરાવા સામે આવ્યા છે.
બોલીવુડ સ્ટાર જેકલીન ફર્નાન્ડિસને સુકેશએ જેલમાં રહીને વોટ્સએપ પર વિદેશી નંબર પરથી ડઝનેક મેસેજ કર્યા હતા, જેનું ચેટ સામે આવ્યું છે. આ બધા મેસેજ જેકલીનને વોટ્સએપ પર 30 જૂને મોકલેલા હતા.
સુકેશે જેકલીનને બેબી કહીને સંબોધિત કરીને લખેલું હતું કે, “ આ મહિને 6 તારીખે મારે કોર્ટમાં તારીખ છે, અને જો તમને વીડિયોં કોન્ફ્રેસિંગ દ્વારા પેશ કરવામાં આવે તો પ્લીજ તમે ‘બ્લેક કુર્તો’ કે કાળા રંગમાં કોઈ બીજૂ પહેરજો. એનાથી મને ખબર પડે કે તમે મારા બધા મેસેજ જોયા છે અને તમે ચાહો છો. એને કહ્યું કે હું તમને યાદ કરું છુ અને તમને ખુબ પ્રેમ કરું છું, બેબી. તમે હંમેશા માટે મારા છો…”
તે જ, મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જેકલીનની અરજીનો વિરોધ કર્યો છે. સુકેશે કોર્ટના ખાસ જજને આ અરજી આપી છે, જેમાં સુકેશે કહ્યું છે કે જેકલીનની અરજી સાથે એની પણ અરજી પર સુનાવણી થાય. જેકલીને અરજીમાં સુકેશ પર ચિઠ્ઠી લખીને હેરાન કરવાનો આરોપ લગાવ્યોં છે.