Site icon Revoi.in

સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે ? તો Toothpaste સહીત આ વસ્તુની લો મદદ,મિનિટોમાં થઇ જશે ચકાચક

Social Share

આજના સમયમાં નાના થી લઇ મોટેરા સુધી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશે.અમુક જ એવા લોકો હશે જે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા હોય.પરંતુ જયારે સ્માર્ટફોનના ઉપયોગ દરમિયાન જો ફોન પડી જાય અને એમાં પણ ફોનની સ્ક્રીન ક્રેક થઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી,અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી ટ્રીક્સ જેનાથી ફોનની સ્ક્રીન મિનિટોમાં થઇ જશે ચકાચક.તો આવો જાણીએ, ઘરમાં પડેલી કઈ વસ્તુ આ બાબતમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જો તમારા સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે, તો તમે તેને તમારા બાથરૂમમાં રાખેલ પ્રોડક્ટ વડે ઠીક કરી શકો છો.અમે અહીં ટૂથપેસ્ટ વિશે વાત કરી રહ્યા છે જેને તમારે તમારા ફોનના ડિસ્પ્લે પરની ક્રેક પર લગાવવાનું છે, તેને થોડું રબ કરવાનું છે અને પછી તેને થોડીવાર માટે છોડી દેવાનું છે.હવે, થોડા સમય પછી જ્યારે તમે કપાસથી ટૂથપેસ્ટ સાફ કરશો, ત્યારે તમારા ફોનની ક્રેક એકદમ ઠીક થઈ જશે.

આ ઉપરાંત તમે નેઇલ પોલીશથી પણ તમારા ફોન પર પડેલી તિરાડને ઠીક કરી શકો છો,આ માટે તમારે પહેલા સ્ક્રીનની ક્રેક પર નેલ પોલીશ લગાવવી પડશે.હવે તેને થોડીવાર સુકાવા દો અને ત્યારબાદ તેને ધારદાર રેઝર બ્લેડ વડે સ્ક્રેપ કરીને નેલ પોલીશ કાઢી લો.હવે આ પ્રક્રિયાને ફરી એકવાર રિપીટ કરો.તમે જોશો કે તમારા ફોનની ક્રેક એકદમ ઠીક થઈ ગઈ હશે.