Site icon Revoi.in

પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત – મેદાની રાજ્યોમાં  આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર રહેશે

Social Share

દિલ્હીઃ-ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર દેશમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે, જાણે શિયાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે, આસાથે જ તેની અસર મેદાવની વિસ્તારો પર જોવા મળી રહી છે, પર્વત વાળા વિસ્તારો મોટા ભાગના બરફની ચાદરમાં લપેટાયા છે, હિલ સ્ટેશનોમાં પારો શૂન્યથી નીચે ગયો છે. જેના કારણે દિલ્હી-એનસીઆર સહિતના ઘણા મેદાનો રાજ્યોમાં તાપમાન ખૂબ નીચું  નોંધાયું હતું.

આજે પણ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના  સેવાઈ રહી છે. થોડા દિવસો પહેલા લોકોને ઠંડીથી થોડી રાહત મળી હતી, પરંતુ  બરફવર્ષાએ ફરી એકવાર હવામાનને બદલી નાખ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી ખલેલને કારણે હવામાન બદલાયેલું જોવા મળે છે. પંજાબના લુધિયાણામાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એકથી બે દિવસ હવામાનની સ્થિતિ આ રીકની રહેવાની શક્યતાઓ છે

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા યથાવત

હવામાન વિભાગે શુક્રવારના રોજ એટલે કે 5 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ઉત્તર ભારતના ત્રણ પર્વતીય વિસ્તારો, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા જોવા મળી હતી.

.

સાહિન-