Site icon Revoi.in

તો આ દેશમાં થયું સફળ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું પરીક્ષણ

Social Share

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું માર્કેટ વધી રહ્યું છે, લોકો ઈલેક્ટ્રિક ગાડી લેવાનું પણ પસંદ કરી રહ્યા છે ત્યારે લોકોના મોઢેથી તે વાત પણ સાંભળી હશે કે ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર ક્યારે આવશે તો, હવે ભારતમાં પણ આ કાર ખુબ જ જલ્દી આવી શકે છે કારણ કે આ દેશમાં ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ થઈ ગયું છે.

વધુ જાણકારી અનુસાર ચીનની ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહન નિર્માતા Xpengએ દુબઈમાં તેની ફ્લાઈંગ ટેક્સીનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન, કંપનીએ તેની X2 ફ્લાઈંગ કારની પ્રથમ સફળ ઉડાન ભરી. ટ્રાવેલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકાસમાં તેને મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઈન્ટરનેશનલ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓમર અબ્દુલ અઝીઝ અલખાન કહે છે, “આ ફ્લાઈંગ કાર એક લક્ઝરી આઈટમ છે. ઘણા ઉચ્ચ નેટવર્થ લોકો ટેક્નોલોજી અને આવા શ્રેષ્ઠ ઉત્પાદનો શોધી રહ્યા છે. દુબઈ એ છે જ્યાં અમારા ગ્રાહકો છે.”

આ ટુ સીટર વાહનની સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની હશે. વાહન વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) ક્ષમતાઓથી સજ્જ છે. X2 ફ્લાઈંગ કાર ઓટોનોમસ ફ્લાઈટ ક્ષમતા સાથે ઈન્ટેલિજન્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમથી પણ સજ્જ છે.

આ ઉડતી કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે અને શૂન્ય કાર્બન ઉત્સર્જન કરે છે. આ કાર ટેક-ઓફ વખતે 500 કિગ્રા સુધીનો ભાર વહન કરી શકે છે જેમાં બોર્ડમાં આઠ પ્રોપેલર હોય છે. જો કે, આ કારનું માત્ર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ ફ્લાઇંગ ટેક્સીઓને કોઈપણ પ્રકારની સેવામાં મૂકવામાં સમય લાગશે.

Exit mobile version