Site icon Revoi.in

તો આ છે વિશ્વનું સૌથી ઠંડુ ગામ જ્યા સવારે 10 વાગે સુર્ય નીકળે છે, જીવન જીવવું પણ બને છે મુશ્કેલ

Social Share

આજકાલ દેશભરમાં ઠંડીએ માજા મૂકી છે જો કે નવાઈની વાત આ નથી વાત એમ છે કે વિશઅવના ઘણા દેશોમાં એવી ઠંડી પડે છે કે માણસનું સર્વાઈ કરવું નુશ્કેલ બને છે, જે રીતે જમ્મુ કાશ્મીરમાં પાણીમા નળમાંથી બરફ પડે છે તે જ રીતે આજે એક એવા ઠંડા શહેરની વાત કરવા જઈ રહ્યા છે જ્યા જીવન મુશ્કેલ છં ઠંડી ક્યારેક જીવલેણ પણ બને છે. જેનું તાપમાન હંમેશા માઈનસ 50 ાસપાસ રહે છે.

આપણે વાત કરી રહ્યા છીએ રશિયાના સાઇબિરીયામાં આવેલા ઓમ્યાકોન ગામ વિશેની અહીની ઠંડી ભલભલાને ઘ્રુજારી દે છે.આ ગામ આવેલું છે  એન્ટાર્કટિકાની બહાર જેને દુનિયામાં સૌથી ઠંડુ સ્થળ કહેવામાં આવે છે. અહીંનું સરેરાશ તાપમાન -50 ડિગ્રીની આસપાસ છે.

વર્ષ 1924માં આ સ્થળનું તાપમાન -71.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 2018ના આંકડા પ્રમાણે અહીં 500 થી 900 લોકો રહે છે. આ લોકો પર હંમેશા હિમ લાગવાનો ભય રહે છે.

સખત શિયાળાનો સામનો કરવા માટે, અહીંના તાપમાન અનુસાર બાળકોને સખત બનાવવામાં આવે છે. અહીં બાળકો માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં શાળાએ જાય છે. અને જ્યારે તાપમાન વધુ ઘટવા લાગે છે ત્યારે અહીં શાળાઓ બંધ કરી દેવામાં આવે છે.બીજી મહત્વની વાત એ છે કે અહી વસતા  લોકોની હાલત દયનીય બની જાય છે. અહીં ઠંડીની સ્થિતિ એવી છે કે અહીં કોઈ પાક નથી થતો. લોકો મોટાભાગે માંસ ખાઈને જીવન જીવવું પડે છે.

લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહનની બેટરી ફ્રીઝ ન થવાના કારણે આખો સમય વાહનો ચાલુ કરવા પડે છે. અહીંના લોકો વિવિધ પ્રકારનું માંસ ખાય છે. અહીં, રેન્ડીયર અને ઘોડાના માંસ સિવાય, લોકો સ્ટ્રોગનીના માછલીનો ઘણો ઉપયોગ કરે છે. જૂન-જુલાઈમાં જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી હોય છે, ત્યારે અહીં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય છે.