Site icon Revoi.in

તો આ કારણે ખરે છે સ્ત્રીઓના વાળ,ન કરવી જોઈએ આવી ભૂલ

Social Share

સ્ત્રીઓ કે જે પોતાની સુંદરતાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતી નથી, પોતાની સુંદરતાને લઈને હંમેશા સતર્ક અને કાળજી લેનારી સ્ત્રીઓ ક્યારેક એવી ભૂલ કરતી હોય છે જેના કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે શહેરમાં રહેતી સ્ત્રીઓને વાળ ઉતરવાની સમસ્યા થતી હોય છે. આવામાં તેમની કેટલીક સામાન્ય ભૂલ તેમને વધારે પરેશાન કરતી હોય છે.

જો વાત કરવામાં તેમને વાળ ઓળવાની રીતની તો તે ઘણીવાર તેમને ટાઈટ પોનીટેલ પસંદ હોય છે પણ તેનાથી થતા નુક્સાન વિશે તેમને જાણ હોતી નથી. આવા વાળને લાંબા સમય સુધી રાખવાથી તમારા વાળ નબળા થઇ શકે છે અથવા તમારા વાળ પાતળા થઈ શકે છે અને ખરી શકે છે.

આ ઉપરાંત આ રીતે તમારા વાળ બાંધવાની સૌથી પહેલી પ્રતિક્રિયા તરીકે તમને માથાનો દુખાવો અથવા માઇગ્રેન થઈ શકે છે. પોનીટેલ માથાની ચામડી અને ચહેરાની આસપાસની ચેતા ને ખેંચે છે. તેની સાથે તેની અસર નર્વસ સિસ્ટમ પર પણ થવા લાગે છે. ઉપરાંત, આ પ્રકારનું ખેંચાણથી માથામાં પીડા થાય છે.

આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ વાળને ચુસ્ત રીતે બાંધી રાખવાથી તમે ટાલ પડવાનો શિકાર બની શકો છો. આ પ્રકારની ટાલને ટ્રેક્શન એલોપેસીયા કહેવાય છે. તે તમારા વાળને નુકસાન પહોંચાડે છે અને સાથે સાથે માથાની ચામડીને પણ નુકશાન પહોંચાડે છે અને વાળના ફોલિકલ્સ એટલા ડેમેજ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. આ જાણકારીને અનુસરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.