Site icon Revoi.in

સામાજિક પ્રગતિ સુચકાંક જાહેર,પુડુચેરીનો દેશમાં સૌથી વધુ 65.99 એસપીઆઇ

Social Share

નવી દિલ્હીઃ સરકારે દેશના રાજયો અને જીલ્લાઓ માટે સોશ્યલ પ્રોગ્રેસ ઇન્ડેકસ એટલે કે સામાજિક પ્રગતિ સુચકાંક – SPI જાહેર કર્યા છે. પુડુચેરી, લક્ષદ્વીપ અને ગોવા સામાજિક પ્રગતિ સુચકાંકમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે છે. પુડુચેરી, દેશમાં સૌથી વધુ 65.99 નો એસપીઆઇ ધરાવે છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપના 3 જિલ્લામાં હિમાચલ પ્રદેશના બે અને મિઝોરમના એક જિલ્લાનો સમાવેશ થાય છે.

SPIને ઇન્સ્ટીટયુટ ફોર કોમ્પીટેટીવનેસ એન્ડ સોશ્યલ પ્રોગ્રેસ ઇમ્પેરેટીવ સાથે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ ધ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. ટોચના ૩ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જીલ્લાઓમાં હિમાચલ પ્રદેશના સિમલા, સોલન અને મિઝોરમના આઇઝોલનો સમાવેશ થાય છે. આ વ્યકિગત સ્વતંત્રતા, પસંદગી, આશ્રય અને પાણી તેમજ સ્વચ્છતાના માપદંડોને આધારે નકકી કરવામાં આવે છે.

પુડુચેરી, દેશમાં સૌથી વધુ 65.99 નો એસપીઆઇ ધરાવે છે. લક્ષદ્વીપનો એસપીઆઇ 65.89 છે તો ગોવાનો એસપીઆઇ 65.53 છે. ઝારખંડ અને બિહારનો સૌથી ઓછી એસપીઆઇ છે. મુળભુત માનવ જરૂરીયાતો અને માપદંડો માટે ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને ચંદીગઢ અન્ય રાજયોની સરખામણીએ પાણી, સ્વચ્છતા અને આશ્રયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોચના ચાર રાજયો છે.