Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.ના સોલિડવેસ્ટ વિભાગે 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરીને ત્રણ એકમો સીલ કર્યા

Social Share

અમદાવાદ: શહેરમાં પ્લાસ્ટિકના વપરાશ અંગે મ્યુનિએ નિયમો બનાવ્યા છે. પાતળા પ્લાસ્ટિકના કાગળો કે પર્યાવરણને નુકશાન કરે તેવી પ્લાસ્ટીકના ચિજ-વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સાઉથ ઝોનમાં ઇસનપુર અને નારોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિગ બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ બનાવતી 3 ફેક્ટરીઓ સીલ કરવામાં આવી તથા આશરે 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયુ હતું. ઇસનપુરમાં બે ફેકટરી, લાંભામાં એક ફેક્ટરી સીલ કરાઇ હતી. 10 હજાર પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ મળી આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ અને ચમસીઓનું ઉત્પાદન યુનિટમાં થતું હતું.

અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો પર એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. જાહેર માર્ગો પર ગંદકી, ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કિટલી, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમોમાં ડસ્ટબિન ન રાખતા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.
એએમસીના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતું. સાઉથ ઝોનમાં ઇસનપુર અને નારોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિગ બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ બનાવતી 3 ફેક્ટરીઓ સીલ કરવામાં આવી તથા આશરે 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયુ હતું. ઇસનપુરમાં બે ફેકટરી, લાંભામાં એક ફેક્ટરી સીલ કરાઇ હતી. 10 હજાર પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ મળી આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ અને ચમસીઓનું ઉત્પાદન યુનિટમાં થતું હતું.

આ ઉપરાંત  શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તામાં ગંદકી કરનાર અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ 57 એકમો તપાસતા આ પ્રકારના કૃત્ય બદલ 38 એકમોને નોટિસ ઇશ્યુ કરી 3.5 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી 44 હજાર દંડ વસુલ કરાયો હતો અને ચાર અલગ-અલગ એકમ સીલ કર્યા હતા.