દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો સ્ત્રીઓના કપડાની વાત કરીએ તો અવનવી પ્રિન્ટ હાલ ટ્રેન્ડિંગમાં છે જો કે કેટલીક પ્રિન્ટ એવી છે કે જે દાયકાઓથી પ્રચલિત છે જેમાં ચેક્સ પ્રિન્ટ, ડોટ પ્રિન્ટ,લાઈટિંગ પ્રિન્ટ અવરગ્રીન પ્રિન્ટ છે.
ચેક્સ પ્રિન્ટ
ચેક્સ પ્રિન્ટના શર્ટ, કુર્તા, ટોપ, પેન્ટ, સલવાર કમીજ, વન પીસ તેમજ સ્કર્ટ ફેશનેબલ યુવતીઓના વોર્ડરોબમાં અચૂકપણે સ્થાન ધરાવે છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ માટે ચેક્સ એક સદાબહાર પ્રિન્ટ છે અને એને જીન્સ, સ્કર્ટ, ચૂડીદાર અને પેન્ટ્સ સાથે પહેરીને આકર્ષક લાગી શકાય છે.હવે તો ક્રોપ ટોપમાં પણ ચેક્સ પ્રિન્ટ જોવા મળે છે તેની સાથે શોર્ટસ પહેરવામાં આવે છે જે આકર્ષક લૂક આપે છે
ડોટ પ્રિન્ટ
ડોટ પ્રિન્ટની વાત કરીએ તો તેમાં વન પીસ ખૂબ જ આકર્ષક લાગે છે તો સાથે જ કુર્તીઓમાં પણ આ પ્રિન્ટનો ક્રેઝ છે આ સહીત હવે પ્લોઝો પેન્ટમાં પણ ડોટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તો સાથે જ રાઉન્ડ ફ્રોકમાં પણ ડોટ આકર્ષક લાગે છે.
લાઈનિંગ પ્રિન્ટ
લાઈનિંગ પ્રિન્ટ પણ એવરગ્રીન છે ખાસ કરીને આ પ્રિન્ટની કુર્તીઓ યુવતીઓને આકર્ષક લૂક આપે છે જે લોકોની હાઈટ ઓછી હોય તે લોકો લાઈનિંગ પ્રિન્ટ કેરી કરે તો તેમની હાઈટ લોંગ લાગી શકે છે.
ફ્લાવર પ્રિન્ટ
ફ્લાવર પ્રિન્ટ જૂના દાયકાઓથી ચાલી આવતી ફેશન છે આમાં લોંગ ગાઉન અને વનપીસ વઘુ આકર્ષક લાગે છે, ફ્લાવર પ્રિન્ટના નાઈટ શૂટ અને નાઈટી પણ આકર્ષક લૂક આપે છે.