Site icon Revoi.in

ચમોલી દુર્ઘટના: અભિનેતા સોનુ સૂદ ચાર દીકરીઓને લેશે દતક

Social Share

મુંબઈ: મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય,સંકટ ગમે તેટલું ઊંડું કેમ ન આવે, અભિનેતા સોનુ સૂદ લોકોની ઉમ્મીદનું દામન કયારેય છોડવા દેતા નથી. કોરોના કાળમાં ઘણા લોકોની સહાય કરનાર સોનુ હવે ચમોલી દુર્ઘટનામાં સક્રિય ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે. અભિનેતાએ મોટું પગલું ભરતા ચાર દીકરીઓને દતક લેવાનો નિર્ણય કર્યો છે.

ચમોલી દુર્ઘટનામાં ટિહરી જિલ્લાના આલમસિંહ પુંડીરનું મોત નીપજ્યું હતું. જે સમયે આ દુર્ઘટના બની, ત્યારે આલમ એક ટનલમાં કામ કરી રહ્યા હતા,તે વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમના નિધનથી આખો પરિવાર લાચાર અને સહારા વગરનો થઇ ગયો છે. આલમને ચાર દીકરીઓ પણ છે, જેઓ તેમના પિતાના વિદાયને કારણે ખરાબ રીતે તૂટી ગઈ છે,હવે આ દીકરીઓને નવું ભાવિ આપવાની તૈયારી સોનુ સૂદની છે. અભિનેતાની ટીમે કહ્યું છે કે, સોનુ આ પરિવારની ચાર દીકરીઓને દત્તક લેવા માંગે છે,તેઓ તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવા તૈયાર છે.

અભિનેતાએ કહ્યું છે કે, આ દરેક નાગરિકની જવાબદારી છે કે,તે આ મુશ્કેલ સમયમાં આગળ આવી તે તમામ લોકોને મદદની સહાય આપે. અભિનેતા દ્વારા લેવામાં આવેલા આ નવા પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. દરેકને આશા છે કે, સોનુનું આ પગલું પીડિત પરિવારના દુઃખોને દૂર કરવામાં સાબિત થશે.

આવું પહેલીવાર નથી જ્યારે સોનુ સૂદ તરફથી આટલા મોટા પાયે મદદ કરવાની વાત કહેવામાં આવી હોય. ગયા વર્ષે જ્યારે બિહાર અને આસામમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો,ત્યારે પણ સોનુ સૂદ તરફથી ઘણી સહાય પૂરી પાડવામાં આવી હતી.કેટલાકને અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા,તો કેટલાકને નવું ઘર બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં,અભિનેતાએ અસરગ્રસ્ત રાજ્યોમાં નોકરી આપવા માટે એક અનોખું અભિયાન પણ શરૂ કર્યું હતું. સોનુની તે મદદ જોઇને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચમોલી દુર્ઘટનામાં લોકોનું જીવન બદલવામાં એક્ટર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

-દેવાંશી