Site icon Revoi.in

સોનુ સૂદ બન્યા ટોપ ગ્લોબલ એશિયન સેલેબ્રિટી 2020, જુઓ લિસ્ટમાં કોનું – કોનું નામ છે

Social Share

મુંબઈ: બોલીવુડ એક્ટર સોનુ સૂદનું નામ દરેકની જીભ પર રહે છે. લોકડાઉન દરમિયાનથી જ જે રીતે તે લોકોની મદદ કરવા માટે પોતાનો હાથ લંબાવી રહ્યા છે, એટલા માટે લોકો તેને રીલ હીરો નહીં પરંતુ રીયલ હીરો બનાવી રહ્યા છે. હાલમાં જ તેને 2020 માટે નંબર વન એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેણે ઘણા બોલિવૂડ સેલેબ્સને પછાડીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મળતી માહિતી મુજબ, યુકે સ્થિત ઇસ્ટર્ન આઈ સમાચાર દ્વારા પ્રકાશિત 50 એશિયન સેલિબ્રિટીઝમાં સોનુ સૂદે ટોપ સ્થાન મેળવ્યું છે.

મળતી માહિતી મુજબ આ લિસ્ટ દ્વારા એવા કલાકારો કે જેમણે તેમના કાર્યથી સમાજમાં સકારાત્મક છાપ ઉભી કરી છે અને લોકોને પ્રેરણા આપી છે. સન્માન બદલ આભાર માનતા એક્ટર સોનુ સૂદે કહ્યું કે, ‘મારા પ્રયત્નોને ઓળખ આપવા બદલ ઇસ્ટર્ન આઈનો આભાર. જેવી મહામારી આવી, મને અહેસાસ થયો કે, મારા દેશવાસીઓની મદદ કરવી એ મારી ફરજ છે. તે એવી વસ્તુ હતી જે મારી અંદરથી આવી.જે મેં કર્યું, તે એક ભારતીય તરીકેની મારી જવાબદારી હતી, અને હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં અટકું. ‘

ઇસ્ટર્ન આઈના સંપાદક અસજદ નઝિરે લિસ્ટ તૈયાર કરી. તેમણે કહ્યું કે, સૂદ આ સન્માનને પાત્ર છે, કારણ કે લોકડાઉન દરમિયાન કોઈ અન્ય વ્યક્તિએ અન્યની મદદ માટે આટલું કામ કર્યું ન હતું. સિનેમા,સંગીત અને ફેશનની દુનિયાની અન્ય ભારતીય હસ્તીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.

જુઓ અહીં લિસ્ટ

Exit mobile version