Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતઃ વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાને લગતા નિયમો વધુ કડક બનાવાયાં

Social Share

અમદાવાદઃ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે પરીક્ષાને લગતા નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જે મુજબ કોઈ પણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકી શકશે નહીં તેમજ અભદ્ર લખાણ પણ લખી શકશે નહીં. આમ કરનાર વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે. જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં નાણાં મૂકશે તો તેને રૂપિયા 2,500 પેનલ્ટી થશે. તેમજ વિદ્યાર્થી 6 મહિના સુધી પરીક્ષા આપી શકશે નહીં. તેમજ પરીક્ષાર્થી પાસેથી કાપલી કે માઈક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂ. 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ મળી શકશે નહિં.