Site icon Revoi.in

સાઉથની અભિનેત્રી સાંમથાની બોલીવુડના સ્ટાર રણબીર કપૂર સાથે કામ કરવાની ઈચ્છા

Social Share

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથી અક્કિનેની હાલ મનોજ વાજપાઈ સ્ટાર વેબ સિરીઝ ધ ફેમિલી મેન-2ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરિઝ 4 જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે. સામંથા પહેલી વાર હિન્દી સિરીઝમાં જોવા મળી રહી છે. આ સિરીઝમાં એક આતંકવાદીના રોલમાં જોવા મળશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ સિરીઝમાં અભિનેત્રી તમિલ લિબ્રેશન ફ્ન્ટની મેમ્બરના રોલમાં જોવા મળશે. તેમજ સામંથા અને મનોજ વાજયાઈ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. અભિનેત્રીને અનેક હિન્દી ફિલ્મો માટે ઓફર મળે છે પરંતુ ભાષાને લઈને ઉભી થતી મુશ્કેલીને કારણે હિન્દી ફિલ્મોમાં અભિનય કરી શકતી નથી. સાઉથના સુપર સ્ટાર નાગાર્જુનના પુત્ર ચૈતન્યા સાથે ગયા વર્ષે જ સાંમથાના લગ્ન થયાં હતા. તેમજ અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં રણબીર કપૂર સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરવાનું પસંદ કરે છે.

સાંમથાએ જણાવ્યું હતું કે, વેબ સિરીઝના નિર્દેશક રાજ એન્ડ ડીકેએ મારા રોલને સારી રીતે સેટ કર્યો છે. તેમજ મને લાગે છે કે શો રિલીઝ થયાં પહેલા જ હિટ થઈ ચુક્યો છે. બોલીવુડમાં પ્રવેશમાં લાંબો સમય લેવા બાબતે અભિનેત્રીએ કહ્યું હતું કે, કદાચ હું ડરી ગઈ હતી. આ કમાલનું ટેલેન્ડ છે.

Exit mobile version