Site icon Revoi.in

સાઉથ સ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ઓ નું બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન, ગદર 2નો આ રેકોર્ડ પણ તોડ્યો

Social Share

મુંબઈઃ- તાજેતરમાં જ રિલીઝ થયેલી સાઉથ સ્ટાર થલપતિ વિજયની ફિલ્મ લિયો બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે આ ફિલ્મને જર્શકો વતી ખૂબ જ સારો પ્રતિસાદ ણળતો જોવા મળી રહ્યો છે અને રિલીઝના 5 દિવસમાં જ ફિલ્મે સારુ એવું કલેક્શન કરી લીઘુ છે.

 થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’એ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. ‘લિયો’ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી ફિલ્મે ટિકિટ બારી પર પોતાની પકડ જાળવી રાખી છે.

રિપોર્ટની જો માનીએ તો થલાપથી વિજયની ફિલ્મ ‘લિયો’એ તેની રિલીઝના 5માં દિવસે તમામ ભાષાઓમાં 35.00 કરોડ રૂપિયા ની કમાણી કરી છે. જો કે આ ફિલ્મના અંદાજિત આંકડા છે, પરંતુ સત્તાવાર આંકડા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ સાથે આ ફિલ્મની કુલ કમાણી 216.40 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. 

‘લિયો’એ તેની રિલીઝ એટલે કે શરૂઆતના દિવસે 64.8 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આ સાથે જ ફિલ્મે ચોથા દિવસે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

માહિતી પ્રમામએ, ગદર 2 એ ચોથા દિવસે 38.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ‘લિયો’એ ચોથા દિવસે 41.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ત્યાર બાદ ફિલ્મ કમાણીમાં પાછળ નથી. ‘લીયોના છેલ્લા ચાર દિવસનું કલેક્શન  શાનદાર રહ્યું છે.

 થલપથી વિજયની ફિલ્મ ‘લિયો’ના છેલ્લા ચાર દિવસના કલેક્શનની વાત કરીએ તો, સેક્નિલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે પહેલા દિવસે 64.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે 35.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે, ત્રીજા દિવસે રૂ. 39.8 કરોડ અને ચોથા દિવસે રૂ. 41.55 કરોડની કમાણી કરી છે.

ફિલ્મ ‘લિયો’ની બોક્સ ઓફિસ હોલ્ડને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે જ સમયે, ફિલ્મે તેની રિલીઝના 5 દિવસમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. તે જ સમયે, મંગળવારે દશેરાની રજાને ધ્યાનમાં રાખીને, ફિલ્મની કમાણીની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.

Exit mobile version